રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં ડોમેસ્ટીક તેમજ ઈન્ટરનેશનલથી લઈ કોઈપણ પર્યટન માટેનું વન સ્ટોપ સોલ્યુશન બનશે ટીટીએચ એકસ્પો-૨૦૧૯
ટ્રાવેલ ભારત, ગુજરાત ટુરીઝમ અને ટ્રાવેલ ટુરીઝમ એન્ડ હોટલ એક્ઝિબીશન આયોજીત આગામી તા.૧૫,૧૬ ફેબ્રુઆરીના રોજ કુવાડવા રોડ ખાતે ડિલકક્ષ સિનેમા ચોકમાં આવેલ ફર્ન રેસીડેન્સી ખાતે ભવ્ય ટ્રાવેલ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ ટીટીએચ એકસ્પો ૨૦૧૯ના આગેવાનોએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
ટીટીએચ એકસ્પો સીરીઝ અંતર્ગત તા.૧૫ થી ૧૭ રાજકોટમાં, તા.૧ થી ૩ માર્ચ અમદાવાદમાં, તા.૮ થી ૧૦ માર્ચ વડોદરામાં એમ ભવ્ય ટુરીઝમ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ટ્રાવેલ અને હોટલ ઈન્ડસ્ટ્રીને વૈશ્વીક સ્તરે નામના મળે અને દેશ વિકાસના શિખરો સર કરે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦૦થી વધુ એક્ઝિબીટરો અને ૨૫૦૦૦થી વધુ વીઝીટરો મુલાકાત લે તેવી શકયતા છે.
૨૦૦થી વધુ એક્ઝિબીટરો તેમાં ભાગ લેશે, ટ્રાવેલ ટુરીઝમને લગતી દરેક વસ્તુઓ વિઝાથી લઈ આકર્ષક ટ્રાવેલ પેકેજીસ અને પર્યટનને લઈ લોકોને મુંઝવતા દરેક પ્રશ્નોનું નિરાકરણ આ એકસ્પો દ્વારા સરળ બનશે. જેમાં હોલીડે મેકર્સ, ટ્રાવેલ પ્લાનર્સ, હોસ્પિટાલીટી ઈન્ડસ્ટ્રી, રોકાણકારો, બિઝનેસ કોર્પોરેટ ધારકો, ઈન્સ્યોરન્સ કંપની તથા સરકારી અધિકારીઓ વીઝીટ લેશે. જેમાં રાષ્ટ્રીય અને રાજયના ટુરીસ્ટ ઓર્ગેનાઈઝરો, આંતરરાષ્ટ્રીય પર્યટન, હોટલ ચેન ધારકો, ટુરીઝમ વિભાગ, મેડિકલ વિભાગ, ટ્રાવેલ એજન્ટ, રેલવે ટ્રાન્સપોર્ટ, એડવેન્ચર ટુરીઝમ, ક્રુઝ ઓર્ગેનાઈઝર, રિઝર્વેશન સીસ્ટમ, ક્રેડીટ કાર્ડ, ફોરેન એકસચેન્જ, બેગેજ અને વાહનો, થીમ પાર્ક જેવા પર્યટનને લગતા દરેક જરૂરીયાતમંદ વિભાગો વિસ્તારોના એક્ઝિકયુટરો ઉપસ્થિત રહેશે.
‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું કે, ડોમેસ્ટીક તેમજ ઈન્ટરનેશનલ પર્યટનથી લઈ ટ્રાવેલ ક્ષેત્રે ઉદ્યોગમાં ઝંપલાવવા માંગતા લોકો માટે પણ આ એકસ્પો શ્રેષ્ઠ તક બની રહેશે. જેમાં આશરે બે થી અઢી હજાર લોકો વીઝીટ કરે તેવી શકયતા છે. લોકો ટ્રેડીશનલ બિઝનેશથી બહાર આવી બિઝનેશ વેલ્યુ માટે બ્રાન્ડીંગ કરે તે માટે ટીટીએચમાંથી અમે ૪૫ લોકોનું ગ્રુપ બનાવ્યું. હાલ ટુરીઝમ ટ્રાવેલ્સ માટે તમામ સ્ટોલ બુક થઈ ચૂકયા છે. તમામ સ્પોન્સરોનો ખૂબજ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમે આકર્ષક ઓફરો ગીફટ, બમ્પર ડ્રો અને ફરવા-હરવા માટે ઉત્સુક લોકો માટે કેટલીક ટ્રીપ લઈને આવ્યા છીએ. સ્થળ પર ઓન ધ સ્પોટ બુકિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે.
પ્રવાસના શોખીનો માટે પરિવહનનું વન સ્ટોપ સોલ્યુશન ટીટીએચ એકસ્પો બની રહેશે. કે જેમાં લોકોને ડોમેસ્ટીક ઈન્ટરનેશનલ કે કોઈપણ સ્થળે મુલાકાત લેવાની ઈચ્છા થાય તો તે મને સારા એવા ડિસ્કાઉન્ટ અને વાઉચર મળી રહે.