માઘ સ્નાન કરવાથી ખડતલપણુ, સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો કેળવાય છે
ચાતુર્માસ દરમ્યાન વિવિધ વ્રતો, નવરાત્રી દરમ્યાન ઉપવાસ, એકાદશી ઉપવાસ, વગેરે વ્રતો વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ઓરાગ્યવર્ધક હોય છે .આવા વ્રતો જો ભગવત પ્રસન્નાર્થે કરવામાં આવે તો મોક્ષ મુલક બની જાય છે.
પોષસુદ પુનમ થી મહાસુદ પુનમ (તા૨૧-૧-૨૦૧૯ થી તા.૧૯-૨-૨૦૧૯) એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે.
પદ્મપુરાણ તથા સત્સંગીજીવન વગેરે શાસ્ત્રોમાં પણ માઘ સ્નાનનો મહિમા વર્ણવ્યો છે. માઘ સ્નાન કરવાથી ગમે તેવા પાપ બળી જાય છે. તે કરતાંય માઘ સ્નાન કરવાથી ખડતલપણુ, સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો કેળવાય છે.માઘ સ્નાન ધર્મ તેમજ વિજ્ઞાન સાથે ઓતપ્રોત છે. તીર્થરાજ પ્રયાગરાજ, નૈમિષારણ્ય, હરિદ્વાર વગેરે તીર્થોમાં ભાવિકો માઘ સ્નાન કરતા હોય છે.
સમુદ્ર, નદી કે તળાવ નજીકમાં ન હોય તો કુંભારને ત્યાંથી કોરા માટલા લાવી, સાંજના સમયે તેમાં પાણી ભરી, ખુલ્લામાં મૂકીવહેલી સવારે તે ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘ સ્નાન કહેવાય છે.
એસજીવીપી ગુરુકુલ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વડતાલ, ગઢડા, જૂનાગઢ, સારંગપુર, વગેરે ધર્મસ્થાનોમાંથી શાસ્ત્રી તેમજ આચાર્ય કક્ષામાં સાહિત્ય, ન્યાય, વેદાન્ત, સાંખ્ય વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરતા સંતો પણ જોડાયા છે.