નામાંકિત ૧૬ એસોસિએશને ભાગ લીધો; પ્રથમ મેચમાં જૈન બિઝનેસ ઓર્ગેનાઈઝેશનની ટીમ વિજેતા
એક્રોલોન્સ ક્રિકેટ કપનું ડ્રાઈવ-ઈન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજથી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટના અલગ અલગ ૧૬ એસોસીએશનસ એ ભાગ લીધો છે.
જેમાં આજરોજ ઉદઘાટન રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહના હસ્તે કરવામાં આવ્યું હતુ આ તકે બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રથમ મેચ જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન અને જૈન બીઝનેશ ઓર્ગેનાઈઝેશન વચ્ચે યોજાઈ હતી જેમાં જૈન બીઝનેશ ઓર્ગેનાઈઝેશન બે રનથી વિજેતા બની છે.
રાજકોટમાં હેપ્પીનેસ ઈન્ડેક્ષ ઉંચો લાવવા એક્રોલોન્સ કલબ સતત પ્રયત્નશીલ; ડી.વી. મહેતા
ડી.વી. મહેતા (જીનીયસ સ્કુલ ડાયરેકટર)એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટ સાંસ્કૃતીક રીતે આગળ પડતું શહેર છે. પરંતુ રાજકોટમાં હેપ્પીનેશ ઈનડેકશ હોય તે ઉચ્ચો લાવવા એક્રોલોન્સ કલબ સતત પ્રયત્ન કરે છે. તેના ભાગ પે આજે રાજકોટના ટોપ ૧૬ એશો.ની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના મોટાભાગના એશો. ક્રિકેટ ટુર્નામેન્ટનો લાભ ઉઠાવી રહ્યા છે. એમાં પણ આજનો પહેલો મેચ ખૂબજ ઈન્ટરસ્ટીંગ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર એસોસીએશનનો આભાર માનું છું તો સૌ આ મેચનો ખૂબ આનંદ ઉઠાવે. આ તમામ મેચનું લાઈવ ટેલિકાસ્ટ પણ થઈ રહ્યું છે.આજે પહેલો મેચ જવેલરી એસો. અને જૈન બીઝનેશ ઓર્ગે. વચ્ચે થયો હતો જેમાં જૈન બીઝનેશ ઓર્ગે. એ બે રનથી જીત્યા હતા.
આ પ્રકારની પ્રથમ વખત સ્પોર્ટસ ઈવેન્ટ કરી: સુદીપ મહેતા
સુદીપ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ એક યુનિક વિચાર છે. એમાં અમારો હેતુ જુદા જુદા ક્ષેત્રનાં લોકો સ્પોર્ટસના માધ્યમથી એક પ્લેટ ફોર્મ પર આવે. એક્રોલેન્સ કલબ દ્વારા વિવિધ પ્રકારની એકટીવીટી તથા ઈવેન્ટસ થતી હોય છે.
આ પહેલીવાર સ્પોર્ટસ ઈવેન્ટ કરીએ છીએ આ ટુર્નામેન્ટ આજથી શ થઈ ૧૨ તારીખ સુધી ચાલવાની છે. જેમાં અલગ અલગ એશો.ની ૧૬ ટીમોએ ભાગ લીધો છે.
નામાંકિત ૧૬ એસો.ને એક જ મેદાનમાં એકઠા કરી ઈચ્છા પૂર્ણ કરી: જય મહેતા
જય મહેતા (ડિરેકટર એક્રોલોન્સ) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે એક્રોલોન્સ ક્રિકેટ કપના માધ્યમથી ઈન્ડીયન મેડિકલ એસો. ડેન્ટલ એસો., આવા નામાંકિત ૧૬ એસો. એકઠા કરી એકજ મેદાન પર ક્રિકેટ ટુર્નામેન્ટની ઈચ્છા હતી મે પૂર્ણ કરી. આનુ કારણ એ છેકે દરેક ક્ષેત્રનાં દરેક પ્રકારનાં લોકોને એકબીજાની જર પડવાની આજે બધા એક જ મેદાન પર આવી સોશ્યલાઈઝ કરી શકે તેમજ ફીટનેશ અને ક્રિકેટનો પણ આનંદ લઈ શકે. આ ટુર્નામેન્ટ ૬ દિવસ ચાલશે જેમાં ૧૬ ટીમો એ ભાગ લીધો છે. ઈનોગ્રેસન મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ તેમજ સૌરાષ્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવભાઈ શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.