કોન્ટ્રાકટર, બિલ્ડર્સ, આર્કીટેકટ, સ્ટ્રકચરર્સ માટે આફ્રિકા, અફઘાન, કંબોડીયા, બાંગ્લાદેશના ડેલીગેટ્સ રાજકોટના આંગણે

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા એસવીયુએમ-૨૦૧૯નું અદ્ભૂત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના ૨૦૦થી પણ વધુ ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતા. આ વેપાર મેળામાં ૧૦ પ્રકારના વિવિધ સેમીનારનું આયોજન કરવામાં આવનાર છે. તા.૧૫ સુધી ચાલનારા આ વેપાર મેળામાં આર્કિટેકટ, કન્ટ્રકશન, કોન્ટ્રાકટર, બિલ્ડર માટે આફ્રિકા દેશમાં રહેલી વિકાસની તકો વિશેની પણ માહિતી આપવામાં આવશે. જયારે કંબોડીયા જેવા દેશોમાં કેટલીક ઉદ્યોગની તકો રહેલી છે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે.

20190211102132 IMG 2915આ વેપાર મેળામાં વિઝા પ્રોસેસને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને ઈનોવેટર મીટનું આયોજન કરવામાં આવ્યું જેથી ઉદ્યોગકારોને વેપારનો મહત્તમ લાભ મળી રહે. એસવીયુએમમાં ૩૨ જેટલી મલ્ટી નેશનલ કંપનીઓએ પ્રતિનિધિત્વ કર્યું છે અને એનર્જી ક્ધઝર્વેશન ઉપર પણ ભારત અને વિદેશના ઉદ્યોગપતિઓ વિકાસના પંથને કંડારી રહ્યાં છે.

એસવીયુએમના કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ખુલ્લો મુકયો હતો. ડેપ્યુટી ડાયરેકટર ફોરેન ટ્રેડના સુવિધ શાહ, જીજ્ઞેશભાઈ પટેલ, ચંદ્રકાન્તભાઈ દફતરી, રીપબ્લિક ઓફ કોંગોના એમ્બેસી એન્ડ્રે પોહ, ડેપ્યુટી ડિરેકટર જનરલ કંબોડીયાના તાન યુવારોથ, કંબોડીયાના વાણીજય મંત્રી વેન્ડી ખોયુન, દિગંતભાઈ સોમપુરા, કોંગો દેશના અમઉશો સેના સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા.

સૌરાષ્ટ્રના વેપારીઓને ઉદ્યોગની નવી તકો મળશે: પરાગ તેજુરા

20190211113948 IMG 2993

‘અબતક’ સાથેની વાતચીતમાં પરાગભાઈ તેજુરાએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ દ્વારા આયોજીત પાંચ દિવસીય એક્ઝિબીશનમાં વિવિધ ફોરેન તેમજ સ્થાનિક ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યાં છે.

સૌરાષ્ટ્રના વેપારીઓને ઉદ્યોગની નવી તકો મળે તેવા હેતુથી આ વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ એક બાબતનું દુ:ખ છે કે, અપેક્ષા મુજબ વિદેશી ઉદ્યોગકારોનું જોડાણ થઈ શકયું નથી પરંતુ અમે તેના માટે પુરતો પ્રયાસ કરી રહ્યાં છીએ.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ ઉદ્યોગસાહસીકતાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે: ચંન્દ્રકાંત દફતરી

20190211113511 IMG 2987

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ચન્દ્રકાંત દફતરીએ જણાવ્યું હતું કે, પરાગભાઈ તેજુરા દ્વારા કરવામાં આવેલુ આયોજન ખૂબજ સુંદર છે. આ આયોજનમાં સૌરાષ્ટ્ર તેમજ વિદેશી રોકાણકારો જોડાવાથી વેપારની નવી તકો વિકસવા તરફ આગળ વધી રહી છે. વિદેશમાં રોકાણ તેમજ વેપારની જોગવાઈ માટે કાર્ય કરી રહેલ પરાગભાઈને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ ઉત્તમ માધ્યમ પૂરું પાડી રહ્યું છે.

ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ જીવનશૈલીનો નમૂનો: ફોલી એંયલે મામા

20190211113341 IMG 2986

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ટોગો આસી. ડાયરેકટર જનરલ ફોલી એંયલે મામાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ તેઓ જાણવા માંગે છે અને અહીંના રીત-રીવાજો તેમને ખૂબજ ગમી રહ્યાં છે એટલે તેમણે ચોટીલા મુકામે માંસાહાર ખોરાકને ન ખાવાની નેમ લીધી છે. જયારે વેપાર મેળા વિશે તેમણે કહ્યું કે, આ તેમનું બીજુ વર્ષ છે અને સૌરાષ્ટ્રમાં વેપારને લઈ ખૂબજ તકો રહેલી છે.

20190211103025 IMG 2929

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.