આવતીકાલે ગણેશોત્સવનું રંગેચંગે સમાપન થશે. આગામી શુક્રવારથી શ્રાધ્ધ પક્ષનો આરંભ થશે. 10 ઓક્ટોબરે અગિયારસની તિથી છે. જો કે, આ દિવસે કોઇ શ્રાધ્ધ નથી. 14 ઓક્ટોબરના રોજ ચૌદશ, પૂનમ અને અમાસનું શ્રાધ્ધ છે.
14 ઓક્ટોબરે ચૌદશ, પૂનમ અને અમાસનું શ્રાધ્ધ કરી શકાશે
ભાદરવા સુદ પૂનમ શુક્રવાર તા 29ને એકમ તિથિનું શ્રાદ્ધ તથા રિવાજ પ્રમાણે આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરી શકાશે. ભાદરવા વદ એકમ શનિવાર તા 30ને બીજ તિથિનું શ્રાદ્ધ, ભાદરવા વદ બીજ રવિવાર તા.7-10ને ત્રીજ તિથિનું શ્રાદ્ધ, ભાદરવા વદ ત્રીજ સોમવાર તા. 2ને ચોથ તીથી નુ શ્રાદ્ધ (ચોથ નો ક્ષય) ભરણી નક્ષત્ર શ્રાદ્ધ, ભાદરવા વદ પાંચમ મંગળવાર તા.3ને પાંચમ તિથીનું શ્રાદ્ધ, ભાદરવા વદ છઠ્ઠ બુધવાર તા. 4ને છઠ્ઠ તીથીનું શ્રાદ્ધ, ભાદરવા વદ સાતમ ગુરૂવાર તા.5ને સાતમ તિથિનું શ્રાદ્ધ, ભાદરવા વદ સાતમ વૃદ્ધિ તિથી શુક્રવાર તા.6ને આઠમ તિથિનું શ્રાદ્ધ, ભાદરવા વદ આઠમ શનિવાર તા.7ને નોમ તિથિનું શ્રાદ્ધ.. સૌભાગ્યવતીનું શ્રાદ્ધ, ભાદરવા વદ નોમ રવિવાર તા.8ને દસમ તિથિનું શ્રાદ્ધ, ભાદરવા વદ દસમ સોમવાર તા.9ને એકાદશીનું શ્રાદ્ધ, ભાદરવા વદ અગિયારસ મંગળવાર તા.10ને આ દિવસે કોઈ શ્રાદ્ધ નથી… મઘા નક્ષત્ર શ્રાદ્ધ, ભાદરવા વદ બારસ બુધવાર તા.11ને બારસ તીથીનું શ્રાદ્ધ .બાળા ભોળાનું શ્રાદ્ધ, ભાદરવા વદ તેરસ ગુરૂવાર તા.12ને તેરસ તીથીનું શ્રાદ્ધ, ભાદરવા વદ ચૌદસ શુક્રવાર તા.13ને અકસ્માતે મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ, ભાદરવા વદ અમાસ તા.14ને શનિવાર ચૌદસ પૂનમ અને અમાસનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસ જેની તિથિ ખબર ન હોય તેનુ શ્રાદ્ધ આ દિવસે કરવું.
વેદાંત રત્ન રાજદીપભાઇ શાસ્ત્રીના જણાવ્યાનુસાર આ વિગત એકદમ ચોકસાઈ પૂર્વક તથા પંચાંગના નિયમ પ્રમાણે તૈયાર કરેલ છે. આ વર્ષે તિથિ કરતાં એક શ્રાધ આગળ છે. આથી તારીખ અને વાર સામે જે શ્રાદ્ધ લખેલું હોય તે પ્રમાણે કરવું. નિયમ પ્રમાણે તથા પંચાંગ પ્રમાણે પૂનમ નુ શ્રાદ્ધ અમાસના દિવસે કરાઈ છે. છતાં પણ આપણા ગુજરાતમાં રિવાજ છે. પૂનમનો શ્રાદ્ધ પૂનમના દિવસે કરવાનું તો રિવાજ પ્રમાણે પૂનમના દિવસે પણ પૂનમનું શ્રાદ્ધ કરી શકાય છે.