ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમ: મેયર, ડેપ્યુટી મેયર, પોલીસ કમિશનર,ડીસીપી અને ટ્રાફિક બ્રાન્ચ એસીપી ઉપસ્થિત રહ્યા
જાન્યુઆરી માસમાં દેશભરમાં ઉજવાતા માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત શહેરના બહુમાળી ભવન ખાતે ટ્રાફિક બ્રાન્ચ દ્વારા માર્ગ સલામતિ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
તા.૨૯ જાન્યુઆરીથી તા.૪ ફેબ્રુઆરી દરમિયાન ઉજવાતા માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત ટ્રાફિક અવનેશ માટે ટ્રાફિક થીમ ઉપર ચિત્ર સ્પર્ધા, ટ્રાફિક અવનેશ રથનું ઉદઘાટન, ટ્રાફિક જાગૃતિ માટે સાહિત્યનું વિતર, શાળા-કોલેજના વિદ્યાર્થી માટે ટ્રાફિક અંગેનો સેમિનાર, ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી, જાહેર સંસ્થાની મદદથી કચેરીમાં આવતા અરજદારોનો ડ્રાઇવરનો આઇ ટેસ્ટીંગ કેમ્પ, રેડીયો મિર્ચી સાથે ટ્રાફિક અવેરનેશ સંવાદ, બાલ ભવન ખાતે વકૃત્વ સ્પર્ધા, શહેરના વધુ ટ્રાફિકવાળા વિસ્તારમાં મોટર વાહન સહાયક હેલ્મેટ અને સીટબેલ્ટ ચેકીંગ અને તેની ઉપયોગીતાની સમજ આપવામાં આવશે. એસ.ટી.બસના ડ્રાઇવર તથા બીઆરટીસ તેમજ સિટી બસના ડ્રાઇવર માટે ટ્રાફિક નિયમનની જાણકારી આપવામાં આવશે, માધાપર ચોકડી પાસે ડ્રાઇવરની આંખ ચકાસણી કેમ્પ, પોલીસ હેડ કવાર્ટરના તાલિમ ભવન ખાતે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બિગ્રેડનો મેડિકલ કેમ્પ, સલામત ડ્રાઇવીંગ માટે સ્કૂલવાન રિક્ષા, ટેમ્પો અને સ્કૂલ બસના ડ્રાઇવરો માટે અભિયાન, ટ્રાફિક જાગૃતિ માટે સાઇકલ રેલી સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
માર્ગ સલામતિ સપ્તાહના બહુમાળી ભવન ખાતે પ્રારંભ કરાયો ત્યારે મેયર ડો.જયમનભાઇ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત, જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, બલરામ મીના, ટ્રાફિક એસીપી જે.કે.ઝાલા, ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફ, ટ્રાફિક બ્રિગેડનો સ્ટાફ અને બોલબાલાના જયેશભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.