છેલ પંદર દિવસથી સતત વરસાદ ચાલુ રહેલ છે. વરસાદના કારણે જુદો જુદો રોગચાળો ફેલાતો હોય છે. શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના સફાઇ વિભાગ દ્વારા સતત કાર્યરત રહી રોડ ઉપર રહેલ કચરો રહેવા દેવામાં નહી આવે તે માટે રજાના દિવસો દરમ્યાન પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકરન, રસ્તા પરની સ્ક્રીન ચેમ્બરોની સફાઇ સાથો સાથે જુદા જુદા વિસ્તારોમાં ખુલ્લા રહેલ પ્લોટોમાંગંદકી હોય તેવા તમામ પ્લોટોની સફાઇ કરવામાં આવી રહી છે જેના ભાગરુપે કુલ ૧૭૨ ખુલ્લા પ્લોટોની સફાઇ કરવામાં આવી છે.૨૧ વિસ્તારોમાં મોબાઈલ ડિસ્પેન્સરી દ્વારા ૮૬૪ દર્દીઓની સારવાર સાથો સાથ મહાનગરપાલિકા હસ્તકના કુલ ૨૧ આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામુલ્યે દવા તથા લેબોરેટરી તપાસ કરવાની કામગીરી ગતિમાં છે. જયારે વાહકજન્ય રોગ નિયંતણ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી પર એક નજર નાંખીએ તો ૨૧ પેરા મેબિડકલ ટીમ અને ૨ મોબાઈ ડિસ્પેન્સરી છેલ્લા ૩ દિવસથી ૩૮ સલમ વિસ્તારોને પ્રાથમિક સારવાર હેઠળ આવરી લઈ શહેરભરમાં રજાના દિવસોમાં પણ કાર્યરત છે.શહેરના આવા તમામ રસ્તાઓને મેટલિંગ, પેચવર્ક કરી રીપેર કરવાની કાર્યવાહી પણ ગતિમાં છે તેમ અંતમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.સેન્ટ્રલ ઝોનમાં જયરાજ પ્લોટના બધા રસ્તા, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, ગુંદાવાડી મેઈન રોડ, મીલપરા મેઈન રોડ, કેનાલ રોડ, બાપુનગર મેઈન રોડ, નાગરિક બેંક ચોક, ભક્તિનગર સર્કલ, ભક્તિનગર-૧૫, શ્રમજીવન શેરી નં.૪/૬ કોર્નર, પુજારા પ્લોટ-૧ વોકળા પાસે, વોકળા પાસે, સોરઠીયા પ્લોટ-૨, વાણીયાવાડી ૩/૫ કોર્નર ધર્મજીવન-૧ તેમજ ૮૦ ફૂટ રોડ નાગરિક બેંક સોરઠીયાવાડી સર્કલ આ તમામ રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે.ઈસ્ટ ઝોનના તમામ વોર્ડમાં વરસાદના લીધે નુકસાન થયેલ રસ્તાઓનું સમારકામ કરવામાં આવેલ છે જેમાં સદગુ‚ આશ્રમ રોડ, રાજારામ સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, ભગવતીપરા, કોઠારીયા રોડ, ૮૦ ફૂટ રોડ વિગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.વેસ્ટ ઝોન વોર્ડ નં.૧૦માં શ્રીનાથજી સોસાયટી, નાણાવટી ચોકથી રામેશ્ર્વર ચોક સુધી, ગાધીનગર સોસાયટી, નંન્દવીલેજ, કેરેલા પાર્ક મેઈનરોડ, દર્શન પાર્ક મેઈન રોડ, ગુરુજી આવાસ યોજના, સાધુ વાસવાણી રોડ, અંજલી પાર્ક, પરિમલ સોસાયટી, શિવપરા, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, વોર્ડ નં.૮માં સોજીત્રા નગર મેઈન રોડ, રેલવે ટ્રેક પેરેલલ મેઈન રોડ તેમજ કામ ચાલુ છે, વોર્ડનં.૧૧માં ફીલવેલ પાર્ટી પ્લોટથી ભીમનગર ચોક સુધીના તમામ રસ્તા, ઓમ નગરના બધા જ રસ્તા, મવડી મેઈન રોડ, ખીજાળા વાળો રોડ, બાલાજી હોલ પાસે, ધોળકિયા સ્કુલ પાસે, નાના મવા મોકાજી સર્કલ પાસે તેમજ ૧૫૦ ફુટ રીંગ રોડ, વોર્ડ નં.૧૨માં મવડી ચોકડી, મવડી ચોકથી ઠાકર હોટેલ, ૪૦ માર્ગ નંદનવન અભિગમના, પુનિતનગરના ગેઈટવાળો મેઈન રોડ, રાધે હોટલ માર્ગ, ગોકુલધામ માર્ગ, ગોવર્ધન ચોક, સીસી રોડ પરના તમામ રસ્તાઓમાં પાણી ભરાવાના લીધે નુકસાન થયેલું છે.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો