ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવામાં આવનારી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેની રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન 15 ડિસેમ્બર સુધી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નિયમિત ઉપરાંત રિપીટર, પૃથ્થક ઉમેદવારોના પણ ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઈ છે.
વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન 15 ડિસેમ્બર સુધી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી
ધોરણ-12 સામાન્ય પ્રવાહની સાથે વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષાઓ લેવામાં આવનાર છે. પરીક્ષા માટે ધોરણ-12 સાયન્સ અને ધોરણ-10ના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના પણ વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી તથા સંસ્કૃત મધ્યમા માર્ચ-2024ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્ર રેગ્યુલર ફી સાથે ઓનલાઇન ભરવા માટેની કાર્યવાહી સોમવારથી શરૂ કરાઈ છે. વિદ્યાર્થીઓ 15 ડિસેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ફી રૂ. 540 નક્કી કરવામાં આવી છે. જ્યારે નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયના રૂ. 155, બે વિષયના રૂ. 245, ત્રણ વિષયના રૂ. 315 અને ત્રણથી વધુ વિષય માટે રૂ. 540 ફી નક્કી કરાઈ છે. ૠજઘજના નિયમિત વિદ્યાર્થીઓ માટેની ફી રૂ. 540 રાખવામાં આવી છે.