દેહશુઘ્ધિ, જલયાત્રા અને રાસ-ગરબાની રમઝટ, ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ, ગૌશાળા તેમજ લોહાણ સમાજની ભાવી પેઢી માટે શિક્ષણ સંકુલ સહિત જ્ઞાતિ અને દેશના વિકાસની ચર્ચા
અબતક, નિલેશ ચંદારાણા, વાંકાનેર
સમસ્ત રઘુવંશી સમજનું એકતાનું પ્રતિક એવા જાલીડાની સીમમાં બનનાર ભગવાનશ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરની ભૂમી ઉપર આજે તા. 10મી ફેબ્રુઆરી થી ત્રી દિવસય શ્રી રામ મહાયજ્ઞ પંચકુડીનો વિધીવત પ્રારંભ થયો છે.
ગઇકાલે તા. 9મીના ‘રામધામ’ ની ભૂમી ઉપર યજ્ઞના યજમાનો સહપરિવારની ઉ5સ્થિતિમાં રાજકોટના પ્રખર શાસ્ત્રીજી હીરેનભાઇ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચાર સાથે યજ્ઞનો લાભ લેનાર દંપતિઓને દેહશુઘ્ધ સહીતના પાવન પ્રસંગ બાદ રામધામ ભૂમિ ઉપર આવેલ આશ્રમથી યજ્ઞશાળા સુધી ઢોલ-ત્રાસાના સંગીત સાથે ‘જલયાત્રા’ નો પ્રારંભ થયેલ.
જેમાં મંદીરના સ્વપ્ન દ્રષ્ટાં જીતુભાઇ સોમાણી, પ્રતાપભાઇ કોટક, હસુભાઇ ભગદેવ, વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર, મેહુલભાઇ નથવાણી, અશ્ર્વીનભાઇ કોટક, હીરેનભાઇ મોરબી ભીખાલાલ પાંઉ, પરમાનંદભાઇ કુવાડવા, નવીનભાઇ ચોટીલા, ધર્મેશભાઇ ભીંડોરા, ઉતમભાઇ રાજવીર સહીતના અગ્રણીઓ જીલયાત્રામાં જોડાઇ સ્થળ પર ઢોલના તાલે સૌ રાસ રમ્યા હતા.
આજે સવારે 8.30 વાગ્યાથી પંચકુડી મહાયજ્ઞનો પ્રારંભ થયેલ બપોરના 12.30 સુધી પહેલુ સેસન બાદ બપોરે 3.30 થી 6.30 સુધી યજ્ઞનું બીજુ સેસનનો પ્રારંભ થયેલ.
શાસ્ત્રી હીરેનભાઇ ત્રિવેદી સહીત 1પ થી વધુ બ્રહ્મદેવો દ્વારા યજ્ઞ શાળામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે જંગલ વિસ્તારમાં આવેલ રામધામથી ભૂમી ઉપર મંગલમય વાતાવરણ સર્જાર્યુ હતું.
રામધામ મહાયજ્ઞમાં યજમાન પદે જીતુભાઇ સોમાણી, વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર, અશ્ર્વીનભાઇ કોટક મોરબી, જનકભાઇ હીરાણી મોરબી, જમનાદાસ ભગવાનજી મોરબી, ભીખાલાલ પાંઉ રાજકોટ, રાજુભાઇ રાજવીર, જગદીશભાઇ પેંડાવાલા પરિવાર, પાર્થભાઇ પુજારા અને વિપુલભાઇ કારીયા પરિવાર આમ 1પ પરિવારો શ્રી રામ મહાયજ્ઞમાં બેસી યજ્ઞનો લાભ લઇ રહ્યા છે.
આજે સવારે 10 વાગ્યે રામધામ ભૂમી ઉપર કમીજલા ભાણસાહેબની જગ્યાના જાનકીદાસબાપુ તથા સદગુરુ દેવ હરીચરણદાસજી મહારાજના શિષ્ય એવા ગોંડલ રામજી મંદિરના મહંત જેરામદાસજી મહારાજની પધામણી થશે. આ બન્ને સંતોના હસ્તે દિપ પ્રાગટય વિધસ સાથે ત્રિ દિવસીય પાવન પ્રસંગોનો પ્રારંભ થશે.આવતીકાલે પણ ઉપરોકત 1પ પરિવારો યજ્ઞનો લાભ લેશે તા.1રમી ના બપોરે સુધી યજ્ઞ વિધી બાદ રામધામથી ભૂમિ ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર -કચ્છ – ગુજરાતના જુદા જુદા ગામથી લોહાણા મહાજનો શ્રેષ્ઠીઓ તેમજ લોહાણા જ્ઞાતિની જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ બોહળી સંખ્યામાં રામધામ પધારી યજ્ઞ દેવના દર્શનનો લાભ લેશે બાદમાં રામધામ ભૂમિ ઉપર તૈયાર થયેલ વિશાળ સ્ટેજ સમીયાણામાં સમસ્ત રઘુવંશી સમાજનું મહાસંમેલનનો તા.1રમીના સવારે 11.30 કલાકથી પ્રારંભ થશે.
સો કરોડથી વધુના ખર્ચે નિર્માણાધિન ભગવાન રામચંદ્રજી મંદિરની ભૂમિ
જેમાં 100 કરોડથી વધુની રકમના ખર્ચે તૈયાર થનાર ભગવાનશ્રી રામચંદ્રજીના ભવ્યાતી ભવ્ય મંદીર તથા મંદિર પરિસરમાં ગૌ શાળા અને આવનારા દિવસોમાં લોહાણા સમાજની ભાવી પેઢીના શિક્ષણ સહીતના વિકાસ માટેમાં સંકુલ બનાવવા સહીત જ્ઞાતિ વિકાસ એકતા અને દેશના વિકાસની ચર્ચા સાથે ગામે ગામથી ઉપસ્થિત રહેનાર લોહાણા મહાજનો અને શ્રેષ્ઠીઓનું સન્માન તેમજ મંદીર નિર્માણ માટે તમામના સુચનો પ્રવચનોનો લાભ ઉ5સ્થિત સૌ રઘુવંશીઓને મળશે.
મોરબી રઘુવીર સેના દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમમાં સવારે ચા-નાસ્તાની તૈયારી લોહાણા મહાજન મોરબી ના પ્રમુખ ગીરીશભાઇ ઘેલાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.