૧૯૭૯માં ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ખાતે સ્થપાયેલ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ રાજયની શ્રમિકો માટેની ઉત્કૃષ્ટ અને પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા છે. જેમાં બે અભ્યાસક્રમ પોસ્ટ ડિપ્લોમાં ઈન ઈન્ડસ્ટ્રીઅલ સેફટી અને પોસ્ટ ડિપ્લોમાં ઈન ઈન્ડસ્ટ્રીઅલ એન્વાયર્નમેન્ટ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટનો શુભારંભ થયેલ છે. આ બંને અભ્યાસક્રમોનું ઉદઘાટન મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટના વાઈસ ચેરમેન હસુભાઈ દવેના હસ્તે કરવામાં આવેલ હતું.
આ સંસ્થાનો મુખ્ય હેતુ સેમીનાર્સ, વર્કશોપ, પરિસંવાદ દ્વારા સંશોધન, તાલીમ, શિક્ષણ અંગેની માહિતી ફેલાવવાનો છે. આ સંસ્થા ઉત્કૃષ્ટ કક્ષાના તાલીમ વર્ગો અને અભ્યાસક્રમો ચલાવે છે. જેમાં ખાસ કરીને માસ્ટર ઈન સોશ્યલ વર્ક, પોસ્ટ ગ્રેજયુએશન ડિપ્લોમાં ઈન રીસોર્સ મેનેજમેન્ટ, ડિપ્લોમાં ઈન સ્ટ્રેટેજીકસહયુમન રીસોર્સ મેનેજમેન્ટ, ડિપ્લોમાં ઈન લેબર લોઝ એન્ડ પ્રેકટીસીઝ, પોસ્ટ ડિપ્લોમાં ઈન ઈન્ડસ્ટ્રીઅલ સેફટી અને પોસ્ટ ડિપ્લોમાં ઈન એન્વાયર્નમેન્ટ એન્ડ ટેકનોલોજીકલ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. ખેતીવાડી સાથે જોડાયેલ શ્રમિકો, મહિલાઓ અને બાળ શ્રમિકો, સ્વરોજગારી મેળવતા વ્યવસાયીકો, શહેર અને ગ્રામ્ય વિસ્તારના અસંગઠીત શ્રમિકો ઉપરાંત ઉધોગ, વેપારમાં જોડાયેલ સંગઠિત શ્રમિકો માટે સક્રિય રીતે કાર્યરત છે.