નવરાત્રી માં નવદુર્ગા માતાજી પાલખી ઉપર બેસીને આવશે.
આસો સુદ એકમને ગુરુવારે તા.7-10 ના દિવસે નવરાત્રી પ્રારંભ થશે.
હિન્દુ માન્યતા પ્રમાણે અલગ અલગ વારે નવરાત્રી પ્રારંભ થાય અને માતાજીનું આગમન કયા વાહન ઉપર થાય તેનાપરથી ફળ કથન આપવામાં આવે છે.
નવરાત્રીનો પ્રારંભ અને નવદુર્ગા માતાજીનું વાહનની વિગત રવિવારે તથા સોમવારે નવરાત્રીની શરુઆત થાય તો નવદુર્ગા માતાજી હાથી ઉપર બેસીને આવે.
મંગળવાર તથા શનિવારે શરુઆત થાય તો નવદુર્ગા માતાજી ઘોડા ઉ5ર સવાર થઇને આવે.
બુધવારે શરુઆત થાય તો માતાજી હોળીમાં બેસીને આવે.
ગુરૂવારે અથવા શુક્રવારે શરુઆત થાય તો નવદુર્ગા માતાજી પાલખીમાં બેસીને પધારે છે.
આમ તેનું ફળ કથન પણ છે. નવદુર્ગા માતાજી આ વર્ષે ગુરુવારે નવરાત્રીની શરુઆત થતી હોવાથી માતાજી પાલખીમાં બેસને આવશે અને તેનું ફળકથન પાલખીમાં બેસીને આવતા હોવાથી દેશમાં રાજકીય ઉથલ પાથલ રહે મોધવારીમાં વધારો થાય. લોકોએએ બીમારીમાં સવચેત રહેવું તથા એકબીજાને સાથ સહકાર આપવો.
નવરાત્રી દરમ્યાન જીવનના બધા જ પ્રોબ્લેમ દુર કરવા નવદુર્ગા માતાજીની ઉપાસના તથા નવર્ણ મહામંત્રના નવરાત્રી દરમ્યાન જપ કરવાથી જીવનની બધી જ બાધાઓ દુર થાય છે.
નર્વાણ મંત્ર
ૐ ઐમ રીમ કલિમ ચામુન્ડાયૈ વિચ્ચે
રાજદીપભાઇ જોષી-રાજકોટ