એશીયામા સૌથી મોટી સોડાએસની કંપની ધ્રાગધ્રા શહેરમા આવેલી છે અહિ અસંખ્ય લોકોને રોજગાર પુરુ પાડતી DCW કંપનીમા લેબરો દ્વારા વિરોધ્ધનો વંટોળ ઉભો કરાયો છે. જેમા ધ્રાગધ્રા DCW કંપની દ્વારા કામદારોનુ શોષણ થતુ હોવાનુ જણાવ્યુ હતુ આ લેબરોનુ કહેવુ છે કે કંપની દ્વારા તેઓને કેટલાય વષોઁથી રાખવા છતા હજુ સુધી કાયમી કરાતા નથી અને તેઓને દરરોજનુ ભથ્થુ પણ ઓછુ આપવામા આવે છે જ્યારે કંપની દ્વારા એક માંસમા માત્ર દસ કે પંદર દિવસ જ આ લોકોને કામ આપી બાકીના દિવસોમા પાછા મોકલી દેવામા આવે છે જેથી તેઓને પુરતી એક માસની હાજરી મળતી નથી કંપનીના લેબરો દ્વારા આજે DCW કંપની બહાર જ બેસી જઇ ધરણા શરુ કયાઁ હતા .
જેમા કંપનીમા એકપણ વાહન આવવા તથા જવા દેવામા આવ્યુ ન હતુ લેબરો દ્વારા અચાનક જ આંદોલન શરુ થતા કંપનીના કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ કામદારો પાસે દોડી આવ્યા હતા જ્યા વાત-ચીત દરમિયાન કોન્ટ્રાક્ટરોએ સ્પષ્ટ રીતે જણાવ્યુ હતુ કે કંપની જો તેઓને તમામ સહાયતા આપે તો તેઓ કામદારોની તમામ શરતો માનવા તૈયાર છે પરંતુ કંપનીના અધિકારીઓ દ્વારા નિણઁય લેવા માટે તમામ અધિકારીઓની મિટીંગ બાદ જ તેઓ કોઇપણ નિણઁય પર આવી શકવાનુ જણાવ્યુ હતુ. તેવામા ધ્રાગધ્રા DCW કંપનીના કામદારો દ્વારા રોજગાર ભથ્થુ વધારવુ, વષોઁથી કામ કરતા લોકોને સીનીયોરીટી આપવી, લેબરોને સેફ્ટીના સાધનો પુરા પાડવા સહિતના પ્રશ્નો સાથે આંદોલન છેડી અગામી 24 કલાકમા તેઓની માંગ નહિ સંતોષાય તો કામદારોના આગેવાન અમિતભાઇ ચાવડા દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com