મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા લાઠી ના માર્ગદર્શન તથા નેતૃત્વ હેઠળ દામનગર શહેર મા કુપોષણ મુકત ગુજરાત અભિયાન તબક્કા ૪ નું શરૂ થઈ રહ્યો છે, જેમાં આંગણવાડી ના તમામ બાળકો ની આરોગ્ય તપાસ કરી કુપોષિત બાળકો CMTC, NRC, CHCતથા જિલ્લા કક્ષાએ સંદર્ભ સેવા તથા સારવાર મળી રહે અને કુપોષણ નો નાશ થઈ એ અભિયાન શરૂ કરવા મા આવી રહ્યું છે
જેમાં પ્રા. આ. કેન્દ્ર જરખીયા ના આરોગ્ય સ્ટાફ FHWરીનાબેન રાઠોડ, MPHWરણજિત વેગડા, આંગણવાડી કાર્યકર, આશા કાર્યકર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે તથા ડો. હિતેશ કે. પરમાર દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું છે.દામનગર શહેર ના સીતારામનગર મોર્ડન આંગણવાડી કેન્દ્ર ૯૫ પર થી પ્રારંભ થયો હતો.