પોરબંદરના માધવપુર ઘેડ ખાતે રામનવમીથી તેરસ સુધી ચાલનાર ભાતીગણ લોક મેળાનો રવિવારથી પ્રારંભ થઇ ચૂકયો છે. રૂક્ષ્મણી અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ અને અરૂણાચલ પ્રદેશથી ગુજરાતના માધવપુર સુધીની ચિંતન યાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. પાંચ દિવસીય લોકમેળામાં ગુજરાતભરના લોકોની સાથે વિદેશી સહેલાણીઓ પણ જોડાય છે.શ્રી રૂક્ષ્મણી માતાજીના મંદીર ખાતે મંડપ રોપણ બાદ ધર્મપ્રેમીઓ દ્વારા વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા માધવરાયજીના નિજમંદીરે વિધિવત તેડુ કરવા માટે આવે છે. ત્યારબાદ માતાજીના મંદીરે ભગવાનને ખુબ જ સુંદર વસ્ત્રો અને સાજ શણગાર કરવામાં આવે છે તો લોકમેળામાં સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો લોકડાયરો સંતવાણી જેવા અનેક આયોજન કરવામાં આવે છે.