ચશ્માની વિવિધ વેરાયટી સાથે આઈટેસ્ટની આધુનિક સુવિધાવાળો શોરૂમ
રાજકોટમાં ગ્રાહકોની માંગને લઈ શહેરની મધ્યમાં કિશાનપરા ચોક ખાતે ‘લંડન આઈવેર’ નામની ચશ્માની શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શો ‚મના માલિક રાજેશ પ્રવિણચંદ્ર શેઠે જણાવ્યું હતુ કે રાજકોટની જનતા માટે ખાસ પ્રીમીયમ કક્ષાનો શોરૂમ અને આઉટલુક આપતા ખુશી થાય છે. સાથે સાથે અમારા શોરૂમની વિશેષતામાં આંખની તપાસ લેબ દ્વારા સંપૂર્ણ રીતે થાય છે. ઉપરાંત તમામ લેટેસ્ટ ઈકવીપમેન્ટ વસાવ્યા છે. આથી આઈટેસ્ટ દ્વારા આંખોની તપાસ કરવામાં આવશે ઉપરાતં દરેક કંપનીના ચશ્માઓ મળશે.ગ્રાહકોનો સંતોષ એજ અમારો પ્રથમ આગ્રહ રહેશે.