આ વર્ષે કારતક મહિનો 06 ઑક્ટોથી શરૂ થઈ રહ્યો છે અને 04 નવેમ્બરે પૂરો થશે. હિન્દુ ધર્મમાં કારતક મહિનાનું ખાસ મહત્વ છે. એવી માન્યતા છે કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે સૌથી અનુકૂળ સમય છે. આ મહિને શ્રધાથી માતા લક્ષ્મી અને નારાયણની પૂજા કરનારાઓને ક્યારેય નાણાંની કમી નથી હોતી.
– કારતક મહિનાનું મહત્વ
કારતક મહિનો હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે આ ચાતુર્માસનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં દેવ તત્વો મજબૂત હોય છે. આ મહિને ધન અને ધર્મ બંને સાથે સંબંધિત પ્રયત્ન કરવામાં આવે છે. આ કારણ છે કે આ મહિનો તુલસીનું રોપણ અને લગ્ન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કારતક મહિનામાં દાનનું પણ ખાસ મહત્વ છે. આ મહિનામાં દીપદાન અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારતક મહિનો હવામાન બદલાવવાનું પણ પ્રતીક છે તેથી આ મહિનો આવવાની સાથે જ જીવનશૈલી અને ખાનપાનમાં પણ પરિવર્તન આવે છે.
– કારતક મહિનામાં ખાનપાન અને જીવનચરિત્રનું મહત્વ
એવું માનવામાં આવે છે કે કારતક મહિનાથી ઠંડીની શરૂઆત થાય છે, તેથી જે વસ્તુ ગરમ હોય અને લાંબા સમય સુધી ઉર્જા બનાવી રાખે એવી વસ્તુ ખાવી હિતાવહ છે.
આ મહીને દાળ ન ખાવી જોઈએ. અને આ મહીને સુર્યના કિરણોનું સ્નાન ઉત્તમ માનવામાં આવે છે. આ મહિનામાં બપોર સુવું પણ ન જોઈએ