ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે કલા મહાકુંભ ૨૦૧૭નો પ્રારંભ થયો છે. જીલ્લા રમત ગમત કચેરી અને રાજકોટ ગ્રામ્ય સંચાલીત કલા મહાકુંભ સ્પર્ધા આગામી ૨૩ ઓગષ્ટ સુધી ચાલશે કલા મહાકુંભ દરમિયાન હેમુગઢવી નાટયગૃહમાં લોક નૃત્ય, સમુહ નૃત્ય, રાસ, ગરબા, ભરત નાટયમ, કથક, ઓડીસી, કુચીપુડી, તબલા, એક પાત્રીય અભિનય સ્કુલ બેન્ડ વગેરેની સ્પર્ધા યોજવામાં આવશે.
કલા મહાકુંભ ૨૦૧૭ના પ્રારંભ સમયે ખેલ સચિવ વી.પી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અબતક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતુ કે ગુજરાતનાં યુવાનો વિવિધ કૌશલ્યોમાં આગળ વધે અને રાજય તેમજ દેશનું નામ રોશન કરે તેવા હેતુથી પ્લેટફોર્મ પૂ‚ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં ગુજરાતનાં યુવાનોએ જેવી રીતે ખેલમહાકુંભ ઉત્કૃષ્ઠ પ્રયત્ન કર્યું છે તેવી જ રીતે કલા મહાકુંભમાં પણ કૌશલ્ય બતાવે તેવી આશા વ્યકત કરી હતી.