પ્રોગેસિવ પ્રોબાઈકીંગનાં કલ્પેશ કોઠારીની બાઈક પ્રેમીઓને અદ્યતન જાવા બાઈકની અનોખી ભેટ
કુવાડવા રોડ પર આવેલા સંજીવની હોસ્પિટલ પાસે સોમવારે રાજકોટના પ્રજાજનોને ઓટોમોબાઈલ ક્ષેત્રે હંમેશા કંઈક નોખુ અનોખું આપવામાં અગ્રેસર રહેલા કલ્પેશભાઈ કોઠારી આ વખતે બાઈક શોખીનો માટે અદ્યતન જાવા બાઈકની ભેટ લઈને આવ્યા છે. કુવાડવા રોડ પર જાવા બાઈકના આ અ્દ્યતન શોરૂમ પ્રોબાઈકનો પ્રારંભ થયો છે.
કલાસિક લેઝન્ડસ પ્રા.લિ.નાં ફાઉન્ડર બોમન ઈરાનીએ સોમવારે દિપ પ્રાગટય કરી શોરૂમ ખુલ્લો મુકયો હતો. આ પ્રસંગે કંપનીના નેશનલ હેડ ત‚ણ શર્મા ઉપરાંત પૂજય ત્યાગવલ્લભસ્વામી અને અન્ય સંતો-મહંતો, શહેરના અગ્રગણ્ય વેપારીઓ, શુભેચ્છકો અને ટીમ જાવાના કર્મચારી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કલ્પેશભાઈ કોઠારીએ અદ્યતન જાવા બાઈક વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને આણંદ ખાતે જાવાના શોરૂમ શરૂ થઈ રહ્યા છે. જેમાં રાજકોટ અને અમદાવાદ ખાતે આજથી શોરૂમનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રાજકોટમાં આ શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ઓનલાઈન બુકિંગના ઘસારાને પહોંચી વળવા ૧૫ જાન્યુઆરીથી જ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યારે છ મહિના સુધીની વેઈટીંગ છે. આ બંને બાઈકના ટેકનિકલ બેઈઝ એક સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેની વિગતો આપતા ઉમેર્યું હતું કે, જાવા કલાસિક ગ્રે, મરૂન, બ્લેક સહિત જુદા-જુદા નવ કલરમાં અને જાવા-૪૨ ગ્રેલેકિટક ગ્રીન, હેલીસ ટીલ, લુમોઝ લાઈમ, સ્ટાર લાઈટ બ્લુ, કોમેડ રેડ, નેબ્યુલા બ્લયુ કલરમાં ઉપલબ્ધ છે. જાવાનાં બુકિંગ માટે કલ્પેશભાઈએ ફકત પાંચ હજારની રિફંડેબલ ડિપોઝીટ રાખવામાં આવી છે તથા વધુ વિગત માટે મો.નં.૯૮૭૯૪ ૦૧૨૦૭ સંપર્ક સાધવા જણાવ્યું હતું.