મંદિરો વિશેષ પૂજન, અર્ચન સહિતના અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો ભાવિકો ભકિતમાં લીન
આજરોજ જેઠ સુદ એકમથી પુરૂષોતમ માસનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતા પુરૂષોતમ માસ દરમિયાન ગામે ગામ મંદીરોમાં ધર્મોલ્લાસ જેવો માહોલ છવાશે. પુરૂષોતમ માસમાં ભગવાનની ભકિતનું અનેરુ મહત્વ રહેલું છે. જેથી દરેક મંદીરોમાં વિશેષ પૂજન, અર્ચન સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં ભકતોની ભારે ભીડ રહેશેઆજથી પુરૂષોતમ માસનો પ્રારંભ થયો છે. ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુ‚ષોતમ માસ નીમીતે અનેક મંદીરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગામે ગામ સોસાયટીઓમાં, લતાઓમાં મહીલા મંડળો દ્વારા સામુહિક કિર્તન, પૂજા અર્ચન જેવા કાર્યક્રમો યોજાશે. આજરોજ જેઠ સુદ એકમને બુધવારથી શરુ થયેલો પરૂષોતમ માસ આગામી ૧૩મી જુને બુધવારથી પૂર્ણ થશે. આમ પુરૂષોતમ માસ ભગવાન વિષ્ણુના પ્રિય વાર બુધવારથી શરુ થઇને બુધવારે પુર્ણ થનાર છે.
આ વર્ષે પુરૂષોતમ માસમાં કુલ ર૯ દિવસ છે. આ ર૯ દિવસ દરમિયાન ધર્મસ્થા નોમાં ભાવિકોનો ભારે ધસારો જોવ મળશે ધર્મસ્થાનો વિશેષ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમી ઉઠશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com