દેશની સૌથી અધતન કેથલેબ

કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓથોપેડિકસ, યુરોલોજી, ક્રિટીકલ કેરની સેવાઓ ઉપલબ્ધ

૫૦ ડોકટર્સની ટીમ રહેશે કાર્યરત

એચસીજી એન્ટરપ્રાઈઝીસના ચેરમેન ડો.બી.એસ. અજયકુમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ

એચસીજી હોસ્પિટલની યશ ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં એચસીજી એન્ટરપ્રાઈઝીસનાં ચેરમેન અને સીઈઓ ડો.બી.એસ. અજયકુમાર, એચસીજી હોસ્પિટલના ડિરેકટર ડો. ભરત ગઢવી અને રાજકોટના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં ટર્શરી કેર મલ્ટિસ્પેશ્યાલીટી યુનિટનું ઉદઘાટન થયું છે. જેમાં એચસીજી અને સન મેડીસર્જની ભાગીદારીમાં તબીબી નિષ્ણાંતોના જ્ઞાન અને ટેકનોલોજીક સાથે અજોડ કહી શકાય એવી આરોગ્યને લગતી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે.

રાજકોટનાં હાર્દ સમા વિસ્તારમાં આવેલી ૧૫૦ બેડની આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોનાં લોકોને સ્વાસ્થ્ય સેવાઓ પુરી પાડશે. હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓથોપેડીકસ, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, યુરોલોજી, ઈન્ટરનલ મેડિસીન, પલ્મોનરી અને ક્રિટિકલ કેરને લગતી સેવાઓ ઉપલબ્ધ છે.

હાલમાં પચાસ નિષ્ણાંતોની ટીમ દર્દીઓને સેવા આપવા અને ઉતમ કામગીરી કરવા તત્પર છે. વિગતવાર માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં એચસીજી એન્ટરપ્રાઈઝના ચેરમેન ડો.બી.એસ. અજયકુમારે કહ્યું કે એચસીજી ખશતે અમે હંમેશા લોકોને ઘર આંગણે સહેલાઈથી અને મૂલ્યો આધારિત સેવાઓ પૂરી પાડવાના પ્રયાસો કરતા રહીએ છીએ.

અમારો ઉદેશ છે કે લોકોને પહેલેથી જ યોગ્ય સારવાર મળી રહે અને જરૂરી સારવાર માટે તેમણે દૂરદૂરસુધી જવું ન પડે. એચસીજી ખાતે હવે રાજકોટમાં પણ લોકોને અધતન ટેકનોલોજી સાથે આરોગ્યને લગતી ગુણવત્તાસભર સેવાઓ સરળતાથી મળી રહે એ માટે અમે પ્રતિબધ્ધ છીએ.20181028112835 IMG 8495ડો.ભરત ગઢવીએ ઉમેર્યું કે તબીબી ક્ષેત્રે વધી રહેલી કુશળતા અને ગુણવત્તાની માગને પહોચી વળવા એચસીજી અને સન મેડીસર્જે આ વિસ્તારમાં એકબીજાના સાથમાં નીતિ વિષયક અને પારદર્શક સેવાઓ મળી રહે તેમાટે ભાગીદારી કરી છે. રાજકોટ આર્થિક રીતે વિકસી રહેલું ધબકતું શહેર છે, પણ શહેરને એચસીજી જેવી અત્યાધુનિક અને સર્વ ગ્રાહી હોસ્પિટલની જરૂર હતી જેથી અહીના લોકોને આરોગ્યને લગતી અત્યાધુનિક સેવાઓ માટે બીજા મેટ્રો શહેરોમાં જવું ન પડે.

એચસીજી હોસ્પિટલ, રાજકોટ આ ક્ષેત્રની એવી ટર્શરી કેર હોસ્પિટલ છે જયાં ભારતની સૌથી અધતન કેથ લેબસિસ્ટમ છે. આ સેન્ટર સાથે અમારૂ રાજકોટમાં વ્યાપક હેલ્થકેર અને આરોગ્યને લાગતી તમામ સેવાઓ પૂરી પાડવાનું ધ્યેનય છે. અમારી ટીમમાં અત્યંત અનુભવીને ખ્યાતનામ નિષ્ણાંતો, તાલીમ બધ્ધ પેરામેડિકલ સ્ટાફ અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર અને ટેકનોલોજીનો અજોડ સંગમ છે. ઉપરાંત, આ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા વિકસાવવા, મહત્વાકાંક્ષી વ્યવસાયીકોને પણ તક પૂરી પાડે છે.

વધુ માહિતી માટે એચસીજી હોસ્પિટલ મનીષ અગ્રવાલ ળફક્ષશતવ.ફલફિૂફહવભલવજ્ઞતાશફિંહત.શક્ષ મો.નં. ૯૧ ૯૮૨૮૪ ૬૫૬૯૪ નો સંપર્ક કરવો. પત્રકાર પરિષદમાં ડો.બી.એસ. અજયકુમાર, ડો. ભરત ગઢવી, ડો. સંજય, ડો. લાડાણી, ડો. મિનષ અગ્રવાલ સહિતના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

રાહતદરે ઘર આંગણે દવાઓ પહોંચાડાશે

આ હોસ્પિટલ સમાજના જરૂરીયાતમંદ લોકોને હૃદયરોગની સારવાર આપવાના હેતુથી મુખ્યમંત્રી અમૃતમ યોજના (મા યોજના) સાથે રજિસ્ટર થયેલી છે. તેની સાથે જ રાજકોટના શહેરીજનોને ગુણવત્તાસભર દવાઓ સરળતાથી મળી રહે તે માટે પહેલ તરીકે એચસીજી રાહતદરે ઘર આંગણે દવાઓ પહોચાડશે. આ સેવાનો લાભ લેવા માટે માન્ય પ્રિસ્ક્રિપ્શનનો ફોટો પાડીને વોટ્સઅપ (૯૫૫૧૨ ૨૧૧૧૧) કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.