બાંધકામ મંજુરી વ્યવસ્થાને અદ્યતન ટેકનોલોજી સાથે જોડી હવે ડિજીટાઈઝ કરાશે.
રાજયભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં બાંધકામ ક્ષેત્રે ઓનલાઈન ડાયરેકટ પરમીશન સિસ્ટમનું લોન્ચીંગ કરાયું છે. બાંધકામની મંજુરી હવે આંગળીના ટેરવે કરવામાં આવી છે. રાજયમાં માળખાગત સવલતોના નિર્માણ માટે લેવી પડતી બાંધકામ મંજુરી વ્યવસ્થાને રાજય સરકારે અદ્યતન ટેકનોલોજી સાથે જોડીને બાંધકામ મંજુરી હવે આંગળીના ટેરવે માત્ર ૨૪ કલાકમાં આપવાનો નિર્ણય કર્યો છે.
જેનો આજથી રાજયભરમાં શુભારંભ થયો છે. માનવ હસ્તક્ષેપ રહિતની ડિજીટલ સિસ્ટમ ધરાવતી દુનિયાના કોઈપણ ખૂણેથી મંજુરી માટે અરજી કરવાની સુવિધા મળશે. જેથી ત્વરિત મંજુરીઓ સહિતની સુવિધાઓ લાંબા સમય સુધી ચાલતી હતી તે હવે માત્ર ૨૪ કલાકમાં મળશે.
બાંધકામ ક્ષેત્રે ડિજીટલ યુગનો વિશેષ અને આવકારદાયક પ્રારંભ કરવામાં આવશે. બાંધકામ ઉધોગને આ સુવિધાથી મળનારા અકલ્પ્ય વેગને કારણે રોજગારીની વિપુલ તકો ઉભી થશે અને ગુજરાત વિકાસની એક નવી ક્ષિતિજોને આંબશે.
આવી ઝડપી અને માનવ હસ્તક્ષેપ વિનાની નિર્ણયાત્મકતા માટે કોમન જીડીસીઆરનો ઉપયોગ જીઆઈએસ ટેકનોલોજીથી ઉપલબ્ધ ડેવલપમેન્ટ પરમિશનની સુવિધામાં ગુજરાતની પ્રથમ પહેલ – મોબાઈલ એપ દ્વારા નગર રચના અને વિકાસ યોજનાઓની માહિતીની ઉપલબ્ધતા માટે વિશેષ સરળતા. આ સિસ્ટમને રેરા અને ગ્રાહક સુવિધા કેન્દ્ર સાથે જોડીને ગ્રાહકલક્ષી અભિગમ અપનાવવામાં આવશે.
સિસ્ટમ અંતર્ગત અરજી કરવાની પઘ્ધતિ મંજુરી માટે જરુરી તમામ પ્રમાણપત્રો અને દસ્તાવેજો ફેસીલીટેશન પોર્ટલ પર અરજદારે ફ્રી ઓનલાઈન ભરવાની રહેશે. આ સિસ્ટમ અંતર્ગત પરમિશન મેળવવા અંગેની માહિતી અરજી મળ્યા બાદ મંજુરી તથા ના-મંજુરીની જાણકારી મળ્યા બાદ મંજુર થયેલ અરજીનો મંજુર હુકમ અને નકશા ઓટોમેટેડ કોડથી અધિકૃત થઈ અરજદાર પીઓઆર અને સક્ષમ સતાધિકારીને મળશે.
અપલોડ કરેલી માહિતી, બિડાણો, ફોર્મ, નકશા તથા અન્ય વિગતો અંગેના નિર્ણય ઓટોમેટેડ સ્કુનીટી રિપોર્ટ દ્વારા લેવામાં આવશે. મંજુરીની જાણકારી મેસેજ અથવા ઈ-મેઈલથી નાગરિકોને મંજુરીની જાણકારી તાત્કાલિક આપવામાં આવશે.
આ સિસ્ટમથી થનારા ફાયદાઓમાં ડિજીટલ યુગના પ્રારંભથી બાંધકામ ક્ષેત્રને લગતી મંજુરીઓના આદાન-પ્રદાનમાં અકલ્પનીય ઝડપ અને પારદર્શિતા આવશે. માનવ હસ્તક્ષેપ વિનાની સિસ્ટમ હોવાથી ક્ષતિઓ તથા વિસંગતતાઓનું નિવારણ થશે. કલાઉડ બેઝ ઓનલાઈન અરજી અને ચકાસણી કરી શકાશે.
નકશા સહિતની વિકાસ પરવાનગી ડિજીટલ અને ઓનલાઈન રીતે ઉપલબ્ધ બનશે. એરપોર્ટ ઓથોરીટી અને નેશનલ મોન્યુમેન્ટ જેવી સંસ્થાઓ પાસેથી ઓનલાઈન એનઓસી ઉપલબ્ધ થશે.
જીસ સિસ્ટમ આધારીત દરેક ટી.પી.સ્કીમના પ્લોટોની વિગતવાર માહિતી, પાર્ટ પ્લાન તથા એફ ફોર્મ સહિતની સુવિધા ઉપલબ્ધ. અરજદારને કોઈ જ તકલીફ ન પડે તેથી રહેણાંક, વાણિજયક, ખેતી તથા અન્ય જરુરી ઝોન માટે વિગતવાર સરળ માળખાવાળું સ્પષ્ટીકરણ, મોબાઈલ એપ દ્વારા દરેક જગ્યાના ઝોન, નકશા, અરજી અને રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ, મહાનગરપાલિકા, નગરપાલિકા અને સતામંડળોમાં રજીસ્ટર્ડ થયેલ આર્કિટેકટ, એન્જીનિયર્સ તથા ડેવલપર્સની વિશેષ માહિતી મળી રહેશે. અરજદારને અરજીની વિગતો જાણવા માટે વિશેષ ટ્રેકિંગ સિસ્ટમ, ઈ-મેઈલ તેમજ મેસેજ દ્વારા માહિતી ઉપલબ્ધ થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,