સતત સુધારણા ઝુંબેશ અંતર્ગત નામ, ઉમર, સુધારો કરાવી લેતા ચૂંટણી તંત્રની અપીલ
રાજકોટ શહેર-જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ બાદ નવા ઉમેરાયેલા ૩૫૯૬૮ મતદારોને ડોર ટુ ડોર ચૂંટણીકાર્ડ આપવાનું શરૂ કરાયું છે. જો મતદાર યાદીમાં નામ નોંધાવનાર કોઈ મતદારોને નવું ફોટો ઓળખપત્ર ન મળે તો નજીકની મામલતદાર કચેરીએથી ફોટો ઓળખપત્ર મેળવી લેવાની સો સો ચૂંટણી તંત્ર દ્વારા આ ડોર ટુ ડોર ખાસ ઝુંબેશ અંતર્ગત મતદારોને પોતાના નામ, ઉમર સહિતની વિગતો ચકાસી લેવા અનુરોધ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજય ચૂંટણી પંચ દ્વારા નવી સુધારાયેલી મતદાર યાદી આખરી પ્રસિધ્ધ કરાયા બાદ છેલ્લી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં ઉમેરાયેલા ૩૫૯૬૮ નવા યુવા મતદારોના ફોટો ઓળખપત્ર તૈયાર થઈને આવી જતા બીએલઓ મારફતે ડોર ટુ ડોર ફોટો ઓળખપત્રનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
વધુમાં જિલ્લા ચૂંટણી તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, તા.૧ જૂની ૨૦ જૂન સુધી બીએલઓ દ્વારા ડોર ટુ ડોર ફોટો ઓળખપત્ર વિતરણ કરવાની સાથે સાથે તમામ મતદારોના ઘરે જઈ મતદાર યાદી બતાવવામાં આવશે અને જો મતદાર યાદીમાં મતદારોના નામ સરનામા કે ઉંમરમાં ફેરફાર હોય તો જરૂરી સુધારા ઘરબેઠા જ કરાવી શકશે.
દરમિયાન ૧/૧/૧૮ની સ્થિતિએ ૧૮ વર્ષની ઉંમર ધરાવતા નવા મતદારોના નામ પણ આ ઝુંબેશમાં ઉમેરવામાં આવશે. ઉપરાંત જો કોઈ મતદારના ઘરમાં દિકરી સાસરે ગઈ હોય અવા તો કોઈ વડીલનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં જરૂરી આધાર પુરાવા રજૂ કરી મતદાર યાદીમાંથી નામ કમી કરાવી લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.