31 જુલાઈના રોજ ફીફા રીજિયોનલ ઓફિસના ડેવલપમેન્ટ મેનેજર પ્રિન્સ રૂફસ હાજરી આપશે
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા રાજકોટ ફૂટબોલ એસોસીએશન અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સહયોગથી જીનીયસ ગોલ્ડન બેબી લીંગ 2022-23 આઠ દિવસીય ફૂટબોલ ટુર્નામેન્ટનો કાલાવડ રોડ સ્થિત એક્રોલીક કલબ ખાતે રાજકોટના નામાંકિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમાં ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સમારંભમાં બાન લેબ્સના એમડી મહેશભાઇ ઉકાણીએ જીનીયસ ગોલ્ડન બેબી લીગ 2022-23નું ઉદ્ઘાટન કર્યું અને યુવા ફૂટબોલ ખેલાડીઓને ઉત્સાહ વધારવા પ્રેરક વક્તવ્ય આપ્યું જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા અને ઉપસ્થિત મહાનુભાવોએ મશાલ સ્ટાર પ્રગટાવીને આ ઈવેન્ટનો આરંભ કર્યો હતો . આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ સ્થાને આર.સી.સી. બેંકના સી.ઈ.ઓ ડો. પરસોતમભાઇ પીપળિયાએ પણ ખેલાડીઓને પ્રેરક વકતવ્ય આપ્યું હતું .
તેમની સાથે એન્જલ – પંપ પ્રા.લિના એમડી કિરીટભાઈ આદ્રોજા આરડીએફ એ ના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશભાઈ બુંદેશ અને એક્રોલોન્સ ક્લબના બોર્ડ ઓફ ડિરેક્ટર સુદીપ મહેતા પણ ઉપસ્તિ રહ્યા હતા . આ પ્રસંગ જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન રાજકોટ ડિસ્ટ્રીટ ફૂટબોલ એસો.ના સભ્ય અને રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ ડી.વી મહેતાએ ઉપસ્થિત સર્વે મહેમાનોનું અભિવાદન કર્યું હતું અને આ મોટી ઇવેન્ટની સંક્ષિપ્ત માહિતી આપી હતી. ત્યારબાદ મહેમાનોએ મંચ ઉપર બલુન રિલિઝીંગ કરી અને ફૂટબોલના મેદાનમાં બોલને કિક આપીને ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો. આ આઠ દિવસીય ટુર્નામેન્ટમાં અગામી તા 31 જુલાઈના રોજયુવા ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા માટે રોજ રીજિયોનલ ઓફિસના ડેવલપમેન્ટ મેનેજર સાઉથ એશિયા પ્રિન્સ રૂફસ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ સ્પોટર્સ એડમિનિસ્ટ્રેટર અને એએફસી મેચ કમિશ્નર તરીકે સેવાઓ આપે છે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે જીનિયસ સ્કૂલના સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ હેડ , તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સભ્ય મનીન્દર કૌર કેશપ , રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ બી કે જાડેજા , રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી રોહિતભાઈ બુંદેલા , રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી જીવનસિંહ બારક , રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી રાજેશભાઈ ચૌહાણ અને અજયભાઇ ભટ્ટ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના ખજાનચી અમૃતલાલભાઇ પટેલે એ સહયોગ આપ્યો હતો .
આ પ્રસંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી પર્રિમલભાઈ પરડવા દ્વારા ઉપસ્થિત અતિથીઓનો આભાર વ્યક્ત કરાયો હતો . આગામી તા . 31 જુલાઇ સુધી ચાલનાર જીનિયસ ગોલ્ડન બેબી લીંગ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી . વી . મહેતા સીઇઆ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલની ટીમ સાથે રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશનનાં સભ્યો તથા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી પરિમલભાઈ પરડવા અને પુષ્કરભાઇ રાવલ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.