ડેરી, નમકિન, બેકરી, આઈસ્ક્રીમ, રેસ્ટોરન્ટ, કેટરીંગ તથા મસાલા ઉધોગને સંબંધિત કંપનીઓએ લીધો ભાગ
રેસકોર્સ મેદાન ખાતે તા.૨૨ થી ૨૫ ડિસેમ્બર ચાર દિવસ સુધી ફુડ એન્ડ પેકેજીંગ પ્રોડકટનું વિરાટ આયોજન કરવામાં આવ્યું છે. આ એકિઝબિશનનું આયોજન કમલેશ કોટક, પ્રફુલ ચંદ્રેશા, જયદીપ ભરાડ તેમજ અમિત પટેલ દ્વારા કરાયું છે. અહીં ફુડ પેકેજીંગ અને ફુડ પ્રોસેસિંગ મશીનરી પ્રદર્શિત કરાયું છે. અહીં ડેરી, નમકીન, બેકરી, આઈસ્ક્રીમ, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરીંગ તથા મસાલા ઉધોગને રીલેટેડ મશીનરી, પેકેજીંગ પ્રોડકટ, પેકેજીંગ મશીનરી તથા કિચન વેર માટે અલગ-અલગ કંપનીઓએ ભાગ લીધો છે. ખાસ તો ભારત સરકાર દ્વારા ફુડ પ્રોસેસિંગ ઉધોગો માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. તેમજ ફુડ પ્રોસેસિંગ ઉધોગમાં વિકાસની વિપુલ શકયતાઓ સમાયેલી છે. આ એકિઝબિશનથી રાજકોટ તથા સમગ્ર ગુજરાતભરમાં જે રીતે ફુડ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા નવી નવી મશીનરી નવા ફુડ ઉધોગ માટેના ક્ધસેપ્ટ તથા ફુડ ક્ધસલ્ટન્સી ટેકનોલોજી વગેરે માટે લોકોને સરળતાથી માહિતી અને પ્રોડકટ મળી રહેશે તેમજ નાના તથા મોટા શહેરોને વિશેષ લાભ થશે.
પ્રદર્શનમાં ૭૦ હજાર મુલાકાતી આવશે: કમલેશ કોટક
ફુડ પ્રોસેસિંગ મશીનરી, ફુડ પેકેજીંગ મશીનરી સંદર્ભે ૪ દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ડેરી, નમકીન, બેકરી, આઈસ્ક્રીમ, હોટેલ, કેટરીંગ બિઝનેસના સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વેપારીઓ આવશે. ફુડ ઈન્ડસ્ટ્રીમાં શું વધુ કરી શકાય તેના નિર્ણયો લઈ શકાય. અંદાજે ૬૦ થી ૭૦ હજાર લોકો વિઝિટ લેવાના છે. આ વખતે ફુડ પ્રોસેસિંગ મશીનરી ફુડ ફેસ્ટીવલમાં ખાસ આકર્ષણ છે.
આ ઉપરાંત ડિસ્ટ્રીબ્યુશન, બ્રાન્ડીંગ, માર્કેટીંગ, ક્ધસલટન્સી અને ફુડ લેબ પણ છે. જે ફકત ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલી છે તે ચાર દિવસ અહીં રહેશે. કાર્યક્રમમાં શિતલ આઈસ્ક્રીમ, રેકસફલેયર, મોનાર્ક એપ્લાયન્સીઝ, પારસ એન્જીનીયરીંગ, પારસ એન્ટરપ્રાઈઝ જેવી કંપનીઓ જોડાયેલી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ફુડ બિઝનેસ અનઓર્ગેનાઈઝડ છે અને યુવા પેઢી માટે આમા પણ અઢળક તકો રહેલી તેમની માટે ઓર્પોચ્યુનીટીઝ ફુડ બિઝનેસમાં રહેલી છે માટે તેનો સંદેશ લોકોને પહોંચે તે કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો: રજનીભાઈ પટેલ
અમે છેલ્લા ૧૫ વર્ષથી ફુડ પ્રોસેસિંગ મેન્યુફેકચરીંગ કરીએ છીએ. મેં મારી શ‚આત ઘરઘંટીથી કરી હતી. આજે અમે હોટેલ રેસ્ટોરન્ટ, કેટરીનમાં વપરાતી અનેક આઈટમો બનાવી છીએ જેમાં મશીનરી, ડિસ્પ્લે રાઉટર જેવી વસ્તુઓ છે. હું પારસ એન્ટરપ્રાઈઝ ચલાવું છું. મને ફુડ ફેસ્ટમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.
ઉધોગો માટે કુલીંગ પ્લાન આવશ્યક: રમેશભાઈ ખારેચા
કુલિંગ ધામ નામની કંપની ધરાવે છે. તેમણે જણાવ્યું હતું તેઓ વોટર કુલર, ચીલીંગ પ્લાન, મિલક કુલર, ડીપ ફ્રીઝ, વિશેષમાં પ્રથમ કોફિન બોકસ તેમણે બનાવ્યું હતું. જેમાં એક દિવસથી લઈને એક વર્ષ સુધી માણસની બોડી સુરક્ષિત રહી શકે જેમાં પાવર સેવર મશીન આવે છે. તેઓ હોટેલ, રેસ્ટોરન્ટો માટે કુલિંગ પ્લાન બનાવે છે. આઈસ્ક્રીમ ફિઝર સહિતની વસ્તુઓ રહેલી છે.
ફુડ ફેસ્ટથી રિટેલ બિઝનેસમાં સારી પ્રગતી થશે: અપૂર્વ સ્વામી
રાજકોટમાં ફુડ ફેસ્ટીવલનું અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. આપણી પ્રોડકટસ તેમજ મશીનરી લાખો લોકો સુધી પહોંચે તેઓ પ્રયાસ કરવામાં આવ્યો છે. હોસ્પિટાલિટી પણ સારી છે. રિટેલ બિઝનેસમાં પણ ફુડ ફેસ્ટથી સારી પ્રગતિ થશે. સેંકડો વેપારીઓ અહીં જોડાયા છે. નવુ શીખવા જાણવા માટે આ એક સારી તક છે. રાજકોટના તમામ લોકો આ ફેસ્ટનો લાભ લે તેવી શુભેચ્છા છે.