શહેરના રાજમાર્ગો ઉપર વિશાળ સંદલ શરીફ નીકળી: સીદી બાદશાહોએ આકર્ષણ ઝમાવ્યું
ગરીબોના બેલી એવા હજરત ખ્વાઝા મોહકમુદ્દીન સેરાનીના ર૪૧માં ઉર્ષની શાનદાર ઉજવણીનો પ્રારંભ ગઇકાલથી ધોરાજી ખાતે થયો હતો. ધોરાજીમાં દરગાહ શરીફના સમગ્ર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ખ્વાઝા હઝરત મહિકમુદ્દીન ઉર્ષ શરીફ કોમી એકતાનું પ્રતિક છે. ગઇકાલે બપોરે ૩ વાગ્યે ખાદીમોની ઉ૫સ્થિતિમાં સલાતો સલામ અને દુઆએ ખેર થયા બાદ દરગાહ શરીફ ખાતેથી વિશાળ સંદલ ધોરાજીના રાજમાર્ગો પરથી નીકળ્યું હતું જેમાં ખાસ તો જાંબુરના સીદી બાદશાહોએ ધમાલ મચાવી હતી. અને બીજી બાજુ બેડ બાજા અને ફટાકડાના અવાજથી શહેર ગુંજી ઉઠયું હતું. ત્યાર બાદ રાત્રીના ૯ વાગ્યે ફરી દરગાહે શરીફ ખાતે સંદલ પહોચ્યું હતું અને પૂણ થયું હતું. આ ઉર્ષ શરીફ ચાર દિવસ સુધી ખાદીમો દ્વારા દરગાહ શરીફ ખાતે વિવિધ કાર્યક્રમો રાખ્યા છે. રવિવારે અંતિમ દીને સવારે ૮ કલાકે દરગાહ શરીફ ખાતે કુલ શરીફની પવિત્ર રસમ અદા કરીને ઉર્ષની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
દરગાહ શરીફના ખાતીમ અને સાદાત ખાદીમ જમાતના પ્રમુખ સૈયદ અમીનમીય ઉમરમીયાએ અબતક સાથેની વાતચીત દરમીયાન જણાવ્યું હતું કે છેલ્લા ર૪૦ વર્ષથી આવી જ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અને આ વર્ષે એટલે ર૪૧ મું વર્ષ છે. ત્યારે પણ ભવ્યા તી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. ઉર્ષ દર વર્ષની જેમ નીકળે છે. ત્યારે ધોરાજી વિવિધ રાજમાર્ગો ઉપર હિંદુ મુસ્લિમના તેમજ બીજા અગ્રણી સમાજ સાથે મળી કોમી એકતાનું પ્રતિક દાખવી સંદલ કાઢવામાં આવે છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દિલ્હીથી લોકો અહીંના ૪ દિવસીય મેળામાં સ્ટોલ કરવામાં આવે છે આ ઉપરાંત રાજસ્થાન, મઘ્યપ્રદેશ, બિહાર જેવા રાજયોમાંથી પણ લોકો અહીં આવે છે. જે તે વેપારીઓ અહીં રોજગાર માટે આવે છે અને બધા નફો કરીને ખુશ થઇને જ જાય છે. છેલ્લા વર્ષોની વાત કરીએ તો અમારી કમીટીમાં બે સમાજના લોકો સાથે મળી જે કંઇ આયોજન કરી તે સાથે નિર્ણય કરી અને એકતા થી ભાવ ભેર ઉજવણી કરીએ છીએ ખાસ તો આ ચાર દિવસની અંદર વિવિધ કાર્યક્રમો થશે જેમાં પ્રથમ દિવસે ગામના રાજમાર્ગો પર સંદલ નીકળ્યું છે. તેમાં બેડ વાજા સાથે બધી જ કોમના લોકો સાથે મળીને સંદલમાં જોડાય છે. આ ઉપરાંત ચાર દિવસીય ભવ્ય મેળો અને સાથો સાથ સીદી બાદશાહનો કાર્યક્રમ યોજાશે. આમ તો બે મહીના બાદ કવ્વાલીનો ખુબ જ મોટો કાર્યક્રમ પણ અહીં યોજાશે.
ધોરાજીના રહેવાસી એવા મુશીરભાઇ એ ‘અબતક ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજરત ખ્વાઝા મહિક મુકિત શેરાની સરકાર અહમદકલા ધોરાજીના શહેનશાહ છે. ધોરાજી ફકીર સંતની ધરતી છે. વર્ષોથી ખ્વાઝા મહિકમુદીન સેરાની સરકારનો મેળો ઉર્ષનો મેળો તરીકે ઉજવાય છે. અને શાનો શોકત ઉત્સાહ ભેર આ મેળા-ઉજવાય છે. હિંદુ-મુસ્લિમ એકતાનું આ પ્રતીક છે અને તમામ ધર્મના લોકો અહીં આવી અને આ મેળો હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. દર વર્ષે મેળામાં પાણીની છબીલો, ન્યાઝ, લંગર તથા ધોરાજીના આગેવાનો અને બહારથી આવેલા મહાનુભાવો પણ સારી રીતે ફરી શકે છે. તમામ ધર્મના લોકો શીશ ઝુકાવી પોતાને ધન્ય માને છે.