-
૧૫૪ કરોડના ખર્ચે પાંચ માળનું અદ્યતન એરપોર્ટ કક્ષાનું એસ.ટી. પોર્ટ બનશે
-
ચોમાસા પૂર્વે જ પાયા ઉભા કરી દેવાશે
રાજકોટ શહેરની મધ્યમાં આવેલા જૂના એસ.ટી.બસ સ્ટેન્ડને તોડીને નવું બનાવવાની માટેની કામગીરીની તૈયારી જોરશોરી ચાલુ ઈ છે. જૂના બસ સ્ટેન્ડની જગ્યાએ પાયાનું ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આવતા ચોમાસા પૂર્વે નવે બસ સ્ટેન્ડ માટેના પાયા ખોદાઈ જશે અને સંભવત: લેવલ સુધીની કામગીરી પુરી થઈ જશે. ગઈકાલી જ પુરજોશમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાયા માટેના ખાડા ખોદવા જેસીબીની મદદી ધુળ કાઢવાનું શરૂ થઈ ચૂકયું છે.
રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આગામી ઉનાળા બાદ ચોમાસાને ધ્યાનમાં રાખીને એસ.ટી. બસ સ્ટેન્ડના પાયા ખોદવાની કામગીરી પુરજોશમાં ચાલુ થઈ ગઈ છે. અંદાજીત ૧૫૪ કરોડના ખર્ચે આગામી અઢી વર્ષમાં એરપોર્ટ કક્ષાનું આધુનિક બસ પોર્ટ રાજકોટને મળવાનું છે અને આ એસટી બસ સ્ટેન્ડ બીજા એસટી બસ સ્ટેન્ડ કરતા અદ્યતન બનશે. હાલમાં વિર્દ્યાથીઓની બોર્ડ પરીક્ષા તેમજ પ્રામિક અને માધ્યમિક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે વેકેશનને ધ્યાનમાં રાખીને પણ આગામી દિવસોમાં વધારાની બસો પણ ચાલુ કરવાનું રાજકોટ એસ.ટી ડિવિઝનનું આયોજન છે.