કુદરતી સાનિધ્યમાં મિત્રો અને પરિવારજનો સાથે મજા માણવાનું અલૌકિક સ્થળ
બોલિંગ એલી, લેસર ટેગ અને વર્ચ્યુઅલ ગોલ્ફ આપતી શહેરની પ્રથમ કલબ
શહેરના નાગરિકોને તેમની જરૂરિયાત પ્રમાણેની શ્રેષ્ઠ અને અદ્યતન સુવિધાઓ પુરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ધ એમરાલ્ડ કલબ-રિસોર્ટ, ઈવેન્ટ્સ અને સ્પા ખુલ્લું મુકવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના દેવડા રોડ ઉપર વિશાળ જગ્યામાં ફેલાયેલી એમરાલ્ડ કલબમાં લેટેસ્ટ ઈન્ડોરથી લઈને આઉટડોર ગેમ્સ, બર્થડે પાર્ટીથી લઈને ડેસ્ટિનેશન વેડિંગ સુધી, બાળકોની લઈને તમામ વયના લોકો માટેની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે.
એમરાલ્ડ કલબમાં ઈન્ટર કનેકટેડ સ્વિમિંગ પુલ સાથે ટેમ્પરેચર કંટ્રોલ જાકુઝી અને બબલ પુલ એક વિશેષ આકર્ષણ છે. બે રેસ્ટોરન્ટ કે જેમાં એક લાઈવ કિચન સાથે અને બે કાફે જે સ્વાદપ્રેમી લોકો માટે યાદગાર બની રહેશે. શિરોધારા, આયુર્વેદિક અને સ્પાની સુવિધા ભારતની નામાંકિત કંપની દ્વારા ઉપલબ્ધ છે.
૬૪ લકસરીયસ રૂમ્સ, બે પાર્ટી લોન્સ અને વિશાળ બેન્કવેટ હોલ્સ સાથે એમરાલ્ડ કલબ કોર્પોરેટ મીટ, ડેસ્ટિનેશન વેડિંગ, પ્રિ વેડિંગ, સગાઈથી લઈને રિસેપ્શન માટે સૌરાષ્ટ્રનું વિશેષ આકર્ષણ બન્યું છે.
સ્ટેટ ઓફ ધ આર્ટ આઉટડોર ગેમ્સ જેમાં ક્રિકેટ પીચ, વોલીબોલ કોર્ટ સાથે ગોલ્ફ એકેડેમી જયાં મીની ગોલ્ફ ઉપરાંત વર્ચ્યુઅલ ગોલ્ફ જેના ઓન બીગ સ્ક્રીન કે જેમાં તમે હકીકતની દુનિયાની સર્વશ્રેષ્ઠ ગોલ્ફ કોર્સ શીખી શકો છો, વિશેષમાં લેસર ટેગ અને બોલિંગ એલીની સુવિધા આપતું. રાજકોટનું પ્રથમ કલબ એમરાલ્ડ છે. સિન્થેટિક બેડમિન્ટન કોર્ટ, સ્કવોશ કોર્ટ, આર્કેડ, વિડિયો ગેમ્સ અને ઘણું બધું ઉપલબ્ધ છે. નવીન પ્રકારની ગેમ્સ સાથે ખાસ બાળકો માટે વિશેષ એરિયા ચાઈલ્ડ ફલોર ઉપર બાળકો તેમની રીતે સ્વતંત્ર રીતે રમતની મજા માણી શકશે.
અત્યાધુનિક મીની થિયેટર કે જેમાં તમામ રિકલાઈનર ચેર સાથે ડોલ્બી સાઉન્ટ સિસ્ટમ છે. વર્લ્ડ કલાસ લાઈટ અને સાઉન્ડ સિસ્યમ સાથેનું ડિસ્કોથેક જે વિશિષ્ટતા સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર એમરાલ્ડ કલબ રજૂ કરશે.
આ ઉપરાંત પુલ સ્નૂકર, વેલ ઈકવીપ્ડ જિમનેશિયમ સાથે ૧૦૦થી પણ વધુ સુવિધાઓ એમરાલ્ડ કલબમાં સુંદર રીતે આકાર પામી છે. શહેરીજનો માટે કલબને ખુલ્લુ મુકતા રૂશિત ધુલિયા અને હિરેન પારેખે જણાવ્યું હતું કે, રાજકોટમાં એક વિશાળ એરિયામાં અને તમામ સુવિધાઓથી સજ્જ કલબની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એમરાલ્ડ કલબ ડિઝાઈન કરવામાં આવી છે. અહીં તમામ વયજૂથના લોકો માટે કંઈક વિશેષ છે અને મિત્રો તથા પરિવારજનો ભેગા મળીને વિવિધ પ્રવૃત્તિઓ, સ્વાદિષ્ટ ભોજન, સ્પા, ગોલ્ફ, તથા તમામ ઈન્ડોર અને આઉટડોર ગેમ્સની મજા માણી શકશે તેવો વિશ્ર્વાસ છે.
આપણાં રંગીલા રાજકોટનાં પટાંગણમાં રેઈન્બો ગાર્ડન્સ અને ધ એમરાલ્ડ કલબ આકારિત થઈ ચુકયું છે. વૈશ્ર્વિક કક્ષાની ૧૦૦થી પણ વધારે ફેસીલીટી સાથે ધ એમરાલ્ડ કલબ રજૂ છે. ગુજરાતના અગ્રગણીય શિલ્પા લાઈફ સ્ટાઈલ કે જે જવેલરી ક્ષેત્રે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. અને અરિહંત ગ્રુપ ઓફ કંપની જે ગુજરાતમાં રેસીડેન્સી, કોમર્શીયલ અને રીસોર્ટ બનાવવાની ગુણવત્તામાં મોખરે છે. આ બન્ને કંપની આપની સમક્ષ ધ એમરાલ્ડ કલબ જીવન માણવાની એક શૈલી રજૂ કરી રહી છે.