કલેકટર કચેરી ખાતે પાણીની ખેંચ અને જળ સંપતી બાબતે બોલાવાઈ બેઠક
ગુજરાત સરકાર દ્વારા ચોમાસા પહેલા રાજયના જળાશયોને ઉંડા કરવાની અને સમાર કામની કામગીરી શ‚ કરવા માટે નિર્ણય કર્યો હતો. જેના અંતર્ગત જિલ્લા લેવલે જળ સંપતી સમીતી બેઠકો યોજાઈ રહી છે. રાજકોટ કલેકટર કચેરીમાં જળ સંપતી બાબતે યોજાયેલી બેઠકમાં પાણીની અછત અને જિલ્લામાં પાણીની તંગી વચ્ચે લોકો સુધી ટેન્કરો મારફત પાણી પહોંચાડવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર વિક્રાંત પાંડે, ધનસુખ ભંડેરી સહિતના હાજર રહ્યાં હતા.
આ બાબતે કલેકટરે કહ્યું હતું કે, રાજકોટમાં ખાસ કરીને ‚ડા વિસ્તારમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. જેને પહોંચી વળવા માટે ૧૪૦ સ્ળોએ ટેન્કરો દોડાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જો વધુ વિસ્તારોમાં પાણીની ખેંચ વર્તાઈ તો તેના માટે પણ પુરતી તૈયારી કરવામાં આવી છે. અમુક તાલુકા વિસ્તારોમાં પાણી પહોંચતુ ન હોવાી નર્મદાના પાણી ઉપર વિસ્તારો નિર્ભર છે ત્યારે જો નર્મદાની લાઈનમાં ભંગાણ સર્જાઈ અને લોકોને મુશ્કેલી પડે તેવી પરિસ્િિતને પહોંચી વળવા માટે નિગમની ખાસ સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે. જેઓ નર્મદાની લાઈન બાબતે સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. આ સો એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ચોમાસુ સારું રહેવાની આગાહીના કારણે પાણીનો સંગ્રહ ાય તે માટે પણ ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ કહ્યું હતું કે, રાજકોટના ૨૮ચેકડેમ અને ૨૦ ડેમોમાં સમારકામ અને ઉંડા કરવાની કામગીરી શ‚ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને જળ સંશાધન મંત્રી નાનુભાઈ વાનાણી દ્વારા ગુજરાતની જનતાને પાણીની મુશ્કેલી ન પડે તે માટે જળ સંપતી બાબતે કરવામાં આવેલા નિર્ણયના અનુસંધાને કામગીરી શ‚ કરવામાં આવી છે. જેના અંતર્ગત રાજકોટ અને સૌરાષ્ટ્રના ચેકડેમો અને મોટી સિંચાઈના ડેમોને ઉંડા કરવા તેમજ સમારકામની કામગીરી બાબતે નિર્દેશો આપવામાં આવી રહ્યાં છે.