સાગર સંઘાણી
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 10 ની પરીક્ષાનો આરંભ થઇ ચુક્યો છે. સૌરાષ્ટ્રના 4.01 લાખ સહિત રાજયના 16.55 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ આજે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.
જામનગરમાં આશરે ૨૯,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી તથા પ્રત્યેક શાળાના શિક્ષક ગણ, પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને ફુલ આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
કેટલીક શાળાઓમાં શહેરના જુદા જુદા રાજકીય આગેવાનો શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા અગ્રણીઓ વગેરે દ્વારા પણ વિદ્યાર્થીઓના મીઠાં મોઢા કરાવાયા હતા, અને સારા પેપર જાય તે માટે પ્રત્યેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, અને એકંદરે ખૂબ જ શાંતિ રીતે બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે.