નર્સિંગ ક્ષેત્રે કારકીર્દી ઘડવા ઈચ્છુક વિદ્યાર્થીનીઓમાં પ્રવેશ માટે આતુરતા
શૈક્ષણીક સત્રની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે નર્સીંગ ફિલ્ડમાં પણ અલગ અલગ કોશિષને લઈ પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.
રાજકોટની જુદી જુદી કોલેજો અને ઈન્સ્ટીટયુટમાં નર્સીંગ ફિલ્ડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે રાજકોટની નર્સીંગ ગર્વમેન્ટ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ એડમીશન મેળવવા હાથ અજમાવી રહ્યા છે. સાથે ૧૨ પાસ બાદ અને બીએસસી બાદ વિદ્યાર્થીઓ લાગુ પડતા કોશીર્ષ પ્રવેશ મેળવવા આતુર જોવા મળી રહ્યા છે. નર્સિંગ ગર્વમેન્ટ કોલેજ રાજકોટનાં ઈન્ચાર્જ પ્રિન્સીપાલ જલ્પાબેન ઘોડાસરાએ જણાવ્યું કે,હાલ કોલેજમાં બીએસસી નર્શીંગનો કોર્ષ અને નર્સ પ્રેકટીસનર ઈન મીડીવાઈફર એટલે કે એનપીએમનો કોર્ષ ચાલી રહ્યો છે. નર્સીંગની અંદર અલગ અલગ પ્રકારનાં ચાર કોશિર્ષ થાય છે. જેમાં બીએસસી નર્સીંગનો કોર્ષ જીએનએમ કરીને જનરલ નર્સિષ મીડવાઈફરી તથા એએનએમનો કોર્ષ ઓક્ષીલરી નર્સ મીડવાઈફરીનો કોર્ષ થાય છે. અને એવા ત્રણ કોર્ષ થાય છે.નર્સ પ્રેકટીસનર ઈન મીડવાઈફરીએ સર્ટીફીકેટ કોર્ષ છે જે એક વર્ષનો ચાલે છે. જયારે વધુમાં વાત કરતા જલ્પાબેને જણાવ્યું હતુ કે આ ત્રણેય કોર્ષમાં એડમિશન લેવા માટે સેન્ટ્રલ એડમિશન કમિટી છે. જેનું નામ છે. ગુજરાત પ્રોફેશનલ નર્સીંગ એન્ડ અલાઈડ મેડિકલ એજયુકેશનલ કોશિર્ષ, કે જે જીએમઆરએસની મેડીકલ કોલેજ ગાંધીનગર ખાતે ચાલે છે. જેમાંથી એક ફોર્મ બહાર પડે છે. જે ફોર્મ ઓપીઈએન કરતા પહેલા બેંકમાંથી પીન નંબર લેવાના હોય છે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મની પ્રોસેસ ભર્યા પછી હેલ્પ સેન્ટર ખાતે ફોર્મને જમા કરાવાનું હોય છે. આ ફોર્મ ભરવા માટે ૧૨ પાસ હોવું જરૂરી છે. જયારે બીએસસીમાં એડમિશન લેવા માટે ૧૨ સાયન્સ બી ગ્રુપ અથવા તો એ,બી ગ્રુપ સાથે ફરજીયાત હોવું જરૂરી જીએનએમ માટે સાયન્સ, આર્ટસ અને કોમર્સ ફેકલ્ટી પણ એડમીશન લઈ શકે અને એએનએમમાં પણ ત્રણેય ફેકલ્ટીના વિદ્યાર્થીઓને એડમીશન મળી શકે છે.
દરેક કોલેજોમાં વધુમાં વધુ ૬૦ સીટ ફાળવવામાં આવે છે. અને ઓછામાં ઓછી ૩૦ સીટ દરેક કોર્ષને ફાળવવામા આવતી હોય છે. એટલે ધણીબધી ગુજરાતનાં લેવલે સીટો અવેલેબલ હોય છે. કે જેમાં છોકરાઓ એડમીશન લઈ શકે છે.