છત્રપતિ શિવાજી પણ યુધ્ધ વખતે આ ઐતિહાસિક મેળામાંથી અશ્વો ખરીદતા
મહારાષ્ટ્રના સારંગ ખેડા ખાતે તાપી નદીના કિનારે૩ હજાર જેટલા
અશ્વોનો મેળાવડો,
અશ્વોની લે-વેચ સાથે દરરોજ અનેક અશ્વ સ્પર્ધાઓનું આયોજન
નૃત્ય, સૌંદર્ય, બોડી બિલ્ડીંગ સહિતની સ્પર્ધાઓ અને કવિ સંમેલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર:પ્રવાસીઓના ઉતારા માટે ખાસ ટેન્ટ સિટીનું નિર્માણ
પ્રથમવાર કાઠિયાવાડી અશ્વો માટે વિશેષ સ્પર્ધા ૨૬મી એ યોજાશે: ૧૦લાખથી વધુ સહેલાણીઓ ફેસ્ટીવલને માણશે
ફેસ્ટિવલની વિશેષતાઓ
* હોર્સ ડાન્સ શો
* હોર્સ રેસ
* હોર્સ બ્રીડિંગની માહિતી
* આર્ચર એકિટવિટી
* હોર્સ ફોટો ગેલેરી
* કવોડ બાઈકિંગ
* પેઈન્ટ બોલ બાઈકિંગ
* જેટ સ્કી
* પેડલ બોટ
* સ્પીડ બોટ
* બનાના બોટ
મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે તાપીનદીના કિનારે ૩૦૦ વર્ષથી યોજાઈ આવતા અશ્વોના મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. ચેતક ફેસ્ટીવલના નામે ઓળખાતા આ મહોત્સવનો ગત તા.૧૨થી આરંભ થયો હતો. આ ફેસ્ટીવલ આગામી૮ જાન્યુઆરી સુધી યોજાનાર છે. ફેસ્ટીવલમાં ૩ હજાર જેટલા અશ્ર્વોભાગ લેવાના છે. મેળામાં અશ્ર્વોની સ્પર્ધા તેમજ લોકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૧૦ લાખથી વધુ સહેલાણીઓઆ મેળાને માણવાના છે.
ચેતક ફેસ્ટીવલ લલુજી એન્ડ સન્સના મેનેજર ક્રિનલ રાવલ અને એમટીડીસીના રીઝીનલ મેનેજર નિતીનકુમાર મંડાવેર અને સેલ્સ એન્ડમાર્કેટીંગ મેનેજર નિરલ પટેલે ચેતક ફેસ્ટીવલ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી નદીને કિનારે આવેલું રમણીય સારંગખેડા ગામ એક મેકથી ચઢીયાતા અશ્વોની સુંદરતા અને કરતબો જોવા ઉત્સાહિત બન્યું છે. મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એમટીડીસી)ના સહયોગથી ચેતક ફેસ્ટિવલ સમિતિ, સારંગખેડા ૩૦૦ વર્ષથી શ્રેષ્ઠ અશ્વોની પ્રજાતિઓના એક મહિનો ચાલનારા ઉત્સવની ઉજવણી કરે છે. ઐતિહાસિક સ્ત્રોતો અનુસાર બહાદુર મરાઠા શાસક છત્રપતિ શિવાજી યુદ્ધ માટે શ્રેષ્ઠ
અશ્વો ખરીદવા માટે આ મેળાની મુલાકાત લેતા હતા.
આ ફેસ્ટિવલ વિશે માહિતી આપતા જણાવ્યુંહતું કે, અશ્વોની શ્રેષ્ઠ જાતોનો આ મેળો આ એક ઐતિહાસિક વારસો છે. વર્ષોથી ચાલ્યો આવે છે. અશ્વો સંલગ્ન કાર્યક્રમો સિવાય આ મેળામાં નૃત્ય સ્પર્ધા, સૌંદર્ય સ્પર્ધા, કવિ સંમેલન, બોડી બિલ્ડીંગ સ્પર્ધા તથા અન્ય રમત-ગમતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. એક મહિનો ચાલનારા આ મેળામાં અશ્વોની સુંદરતાઅને તેમના વિશે વધુ માહિતી મેળવવા આશરે ૧૦ લાખથી પણ વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.મેળાની શરૂઆત સંયોગિક રીતે દત જયંતિના દિવસે થઈ રહી છે. જેમાં ગામના દત મંદિરમાં ઉજવણી કરવામાં આવેછે. આશરે ત્રણ સદીઓથી પણ વધુ સમયથી આવે રમણીય ગામમાં અશ્વોની સૌથી શ્રેષ્ઠ પ્રજાતિઓનો તેમની ક્ષમતા, સુંદરતા, ઝડપ, ચપળતા અને પ્રતિષ્ઠાને આધારે વેપાર થાય છે. દિલધડક સાહસિક કાર્યક્રમો ઉપરાંત ફેસ્ટિવલના સ્થળે તૈયાર કરાયેલા આરામદાયક અને વૈભવી ટેન્ટસમાં રહેવાની વ્યવસ્થા અને રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રવાસીઓનું મન મોહી લેશે.
વર્ષ જુનો વારસો, ચેતક ફેસ્ટિવલ એ ભારતનો સૌથી જૂનો અશ્વોનો ઉત્સવછે. જેમાં દેશભરના ઘોડાઓ અશ્વ શો, ઘોડાઓનીરેસ, અશ્વોનું નૃત્ય અને અન્ય મનોરંજક પ્રવૃતિઓ છે.ચેતક ફેસ્ટિવલનું મુળ વર્ષો જુના ગ્રામીણ અશ્વોનો મેળો કે જે હવે એક મહિનાની અવધિમાં ‚પાંતરિત થઈ રહ્યો છે. ઘોડાની ઉછેરની પરંપરા ફરી શરૂ કરવા માટે એક પહેલ તરીકે, મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને સારંગખેડા સમિતિ દ્વારા સંયુકત રીતે ચેતક ફેસ્ટિવલનું ૧૨મી ડિસેમ્બર ૨૦૧૮થી ૮મી જાન્યુઆરી ૨૦૧૯ સુધી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં સારંગખેડા ગામ ખાતે તાપી નદીના કિનારે આયોજિત થઈ રહ્યો છે.
દંતકથા મુજબ બહાદુર મરાઠા શાસક, છત્રપતિ શિવાજીએ ઉચ્ચતર ગુણવતાના યુદ્ધના ઘોડાઓ મેળવવા માટે આ મેળાની મુલાકાત લેતા હતા. ભુતકાળમાં આ મેળાએ ભારતનાદુરના વિસ્તારો અને બ્લુચિસ્તાન અને અરેબિયાના ઘણા દૂરના વિસ્તારોના ઘોડાઓના વેપારીઓ અને ખરીદદારોને સારંગખેડા સુધી આકષર્યા છે. ઘોડાના વેપારની પરંપરા આજે પણ ચાલુ રહી છે. રાષ્ટ્રભરમાંથી સમર્થકો અને ઘોડાના પ્રેમીઓ તહેવાર દરમિયાન ગામની મુલાકાત લે છે. ૧૩,૦૦,૦૦૦થી વધુ મુલાકાતીઓ અને ૨૫૦૦થી વધુ ઘોડાઓ ચેતક ફેસ્ટિવલમાં ભાગ લે છે.
૮ જાન્યુઆરી સુધી ચાલતો આ તહેવાર વર્ષાંતને માણવાઅને નવા વર્ષની ઉજવણીનો એક શ્રેષ્ઠ વિકલપ છે. ચેતક ફેસ્ટિવલનો ઉદઘાટન માટે જયકુમાર રાવલ, પ્રવાસન પ્રધાન-મહારાષ્ટ્ર સરકાર અને મદન યેરાવાર, રાજય પ્રવાસન સરકારનામહેમાનો હશે. નયનકુવર રાવલ, નગરાઘ્યક્ષા-ડોંડાઈચા નગરપાલિકા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારશે.