એક વર્ષમાં ૯ લાખ ૬૩ હજાર ૭૭૧ જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર પૂરી પાડી: નાના-મોટા ૩૮ હજાર ૫૬૨ ઓપરેશન્સ, ૨૩ લાખ ૨ હજાર ૮૫૦ લેબ રીપોર્ટ કરાયા: ૧૫૦ ડોક્ટર્સ, ૫૦૦ નર્સિંગ અને ૬૫૦ કર્મચારીઓની વિશાળ ફોજ
ઈમરજન્સીકે કોઇપણ નાની-મોટી બીમારીમાં જરૂરતમંદ દર્દીઓની પહેલી પસંદ રાજકોટની સિવિલ હોસ્પિટલ એટલે કે પી.ડી.યુ હોસ્પિટલ રહી છે. અહી દર્દીની આસને મળે છે નવજીવન અને વિશ્વાસ સૌરાષ્ટ્રભરમાંથી વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૦ લાખ જેટલા દર્દીઓએ સારવાર લીધી હોવાનું અને અમદાવાદ બાદ સૌથી વધુ દર્દીની સેવા કરતી હોસ્પિટલહોવાનું તબીબી અધ્યક્ષ ડો. મનીષ મહેતા ગૌરવ અને આનંદ સાથે જણાવે છે.
અહી ઈમરજન્સી વિભાગ અને ટ્રોમા સેન્ટર ૨૪ કલાક ધમધમતો હોય છે. ઓ. પી. ડી.માં રોજના ૨૫૦૦ થી વધુ અને વર્ષે દહાડે ૧૦ લાખ દર્દીઓની સારવાર અહી કરવામાં આવે છે.વાર્ષિક ૨૩ લાખી વધુ લેબોરેટરી રીપોર્ટ અને રોજની ૨૦૦ થી દર્દીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે.
૧૮ કલાક સતત ઓપરેશન્સ ચાલુ હોય છે, જેમાં એક વર્ષમાં ૩૮ હજારી વધુ ઓપરેશન્સ કરાયા છે. પ્રસુતિ વિભાગમાં રોજના ૩૦ થી વધુ બાળકો જન્મ લે છે. ૧૫૦થી વધુ સર્જન, ડોક્ટર્સ તેમજ રેસિડેન્ટ ડોક્ટર્સ અને ૫૦૦ થી વધુ નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય ૬૫૦ કર્મચારીઓ દર્દીઓની સારવાર સાથે જોડાયેલા છે. વાર્ષિક ૧૦ થી ૧૨ કરોડના બજેટમાં ૭૦૦ થીવધુ પ્રકારની દવા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે.
હોસ્પિટલ ખાતે દર્દીઓના વધારે પડતા ધસારાને ખાળવા અને દર્દીઓને ઝડપી નિદાન અને દવા મળી રહે તે માટે કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા હોવાનું ડો. મહેતા જણાવે છે. કેસઝડપી કાઢી આપવા બારીની સંખ્યા વધારાશે. જયારે ઓ. પી. ડી. માં દરેક માળે જે તે વિભાગ સો ત્યાંથી જ દવા મળી જાય તે પ્રકારે વ્યવસ ઉભી કરવામાં આવી છે, પરિણામે નીચેના ફ્લોર પર દવા લેવા માટે દર્દીના પરિવારને બહુ રાહ નહી જોવી પડે
. તેમજ કેઈસ મુજબ લેબોરેટરીના પેથોલોજીકલ,માઈક્રો તેમજ બાયોલોજીકલ રીપોર્ટનું વિભાગીકરણ કરી લેબ રીપોર્ટ ૨ થી ૪ કલાકમાં આપી દેવામાં આવસે. દર્દીઓને તજજ્ઞ ડોકટરની સેવા મળી રહે તે માટે સી. એમ. સેતુ અંતર્ગત રાજકોટના નામાંકિત ડોક્ટર્સ સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપવા તૈયાર હોવાનું આનંદ સાથે તબીબી અધિક્ષક જણાવે છે. થોડા સમયમાં ઝનાના હોસ્પિટલ મુખ્ય કેમ્પસમાં સ્ળાંતરિત કરવામાં આવશે. જેથી પ્રસુતિ વિભાગ અને ચિલ્ડ્રન વિભાગ અંતર્ગત જરૂરતમંદ એક સ્થળે સારવાર આપી શકાશે. બેટરી ઓપરેટેડ વ્હીકલ શરુ કરાશે, પરિણામે દર્દીઓને એક વિભાગી બીજા વિભાગમાં જવામાં સરળતા રહેશે.
કોકલીયર ઈમ્પ્લાન્ટ: સિવિલ હોસ્પિટલ ખાતે ઈ.એન.ટી. વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ કોકલીયર ઈમ્પ્લાન્ટની સુવિધા શરુ કરવામાં આવી છે.અત્યાર સુધીમાં ૫૬ સફળતમ ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું અને હજુ બીજા ૧૫૦ જેટલા બાળકો વેઈટીંગમાં છે, જેમનું ઓપરેશન્સ કરી સાંભળતા અને બોલતા કરવામાં આવશે. આશરે ૬ લાખની કિંમતનું મશીન તેમજ સર્જરી નિ:શુલ્ક કરી આપવામાં આવે છે.
ડી. ઈ. આઈ. સી સેન્ટર: કેન્દ્રસરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ કેમ્પસ ખાતે ડી. ઈ. આઈ. સી. (ડીસ્ટ્રીક અર્લી ઇન્ટરવેશનસેન્ટર)વિભાગ દોઢ વર્ષી કાર્યરત છે. સ્પેશિયલ સ્ક્રીનીંગ દ્વારા બાળકની જન્મજાત ખામી હોય, બોલવા-ચાલવાના સમયમાં જરૂરી વધારે સમય લાગે, હોર્મોન્સની ખામી હોય તેવા ૦ થી ૧૮ વર્ષના બાળકોને આ વિભાગ હેઠળ વિશેષ સારવાર આપવામાં આવે છે. આ વિભાગ હેઠળ ૧૧૪૪ બાળકોને સારવાર આપવામાં આવી હોવાનું ડી.ઇ.આઇ.સી. વિભાગના ડો. અમિતાબેન જણાવે છે.
રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી દવા સિવાય કોઈ અન્ય બહારની દવાની જરૂર પડે તો તબીબી અધ્યક્ષના પાવરી વર્ષે દહાડે ૨૦ થી ૩૦ લાખની દવા બહારથી લાવી જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવે છે. એક માત્ર રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટરમાં એઈડ્સગ્રસ્ત દર્દીઓ માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે.
મેડિકલના વિધાર્થીઓની પસંદગીમાં ગુજરાતની બી.જે. મેડીકલ કોલેજ પછી બીજો નંબર પર રાજકોટની મેડિકલ કોલેજ હોવાનું ડો. મહેતા જણાવે છે. મેડીકલ કોલેજ ખાતે પી.જી. ની સીટમાં વધારા સહિતની સુવિધા વધતાં વધુ ને વધુ ડોક્ટર્સની સેવા સિવિલ હોસ્પિટલના દર્દીઓને મળશે.
અધ્યતન સ્પેસયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન
સરકારી હોસ્પિટલમાં નિદાન, દવા અને જરૂરી સારવાર નિ:શુલ્ક હોય છે, રાજ્ય સરકાર નાગરિકોને તમામ પ્રકારની આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા કટિબદ્ધ છે. સમયાન્તરે જરૂરી તમામ સાધન-સહાય પૂરી પાડવા રાજયસરકાર અનેક પગલાઓ લઈ રહી છે. રાજકોટ સૌરાષ્ટનું હબ છે અહીં દુર-દુરથી દર્દીઓ આવે છે તેમને જરૂરી તમામ આધુનિક સારવાર મળી રહે, તે માટે રૂ. ૧૫૦ કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું હતું જેનું નિર્માણ હાલ પુરજોશમાં ચાલુ છે. આ બિલ્ડીંગનું નિર્માણ નવેમ્બર-૨૦૧૮ સુધીમાં પૂર્ણ થશે, જે ડીસેમ્બર-૨૦૧૮ સુધીમાં કાર્યરત થશે, તેમ ડો. મનીષ મહેતા જણાવે છે. આધુનિક સુવિધા ધરાવતી ૨૩૮ બેડ, ૮ ઓપરેશન થિયટર્સ ધરાવતી આ હોસ્પિટલમાં જુદા-જુદા ૮ સુપર સ્પેશ્યાલિટી ડીપાર્ટમેન્ટસ હશે. જેનો સીધો ફાયદો પુરા સૌરાષ્ટના દર્દીઓને મળશે અને તેમને ગુજરાત બહાર જવાની જરૂર નહી પડે, તેમ તેઓ વધુમાં ઉમેરે છે.
લોક પ્રતિભાવ
સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહી આવે છે, તેમની સાથે વાતચીત કરતા એક જ સુર નીકળે છે, સાહેબ અહી અમને સારી સારવાર મળે છે, અમારા જેવા ગરીબ દર્દીઓ બીજે ક્યાં જાય ? ત્રણ પેઢીથી દવા લેતા દર્દીઓ અહી જોવા મળે છે. તેમની નાની મોટી બીમારીનો ઈલાજ પી.ડી.યુ. કરી રહી છે. દર્દી સાજા થઈ હસતાં હસતાં ઘરે જાય ત્યારે ઉત્તમ સેવાકાર્ય કર્યાનો અહેસાસ સૌ કોઈ તબીબી સ્ટાફને થાય છે…
લોકોને નિ:શુલ્ક અને ઉત્તમ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ વ્યવસ વિકસાવી છે અને તેમાં આરોગ્ય વિભાગ હસ્તકની સિવિલ હોસ્પિટલ અને દવાખાના દર્દીનારાયણ સેવાનું કાર્ય કરી રહી છે.