અરણી મંથનથી યજ્ઞ પ્રગટાવાયો: દેશ વિદેશ થી ભાવિકો ઉમટ્યા: ૨૦ દિવસમાં ૧ કરોડ મહામૃત્યુંજયના જાપ કરાશે
મોરબી વૈદિક પરંપરા સાથે ૨૦ દિવસના ૧૦૮ કુંડી મહારુદ્રયજ્ઞ નો શુભારંભ થયો છે વૈદિક પરંપરાનુસાર અરણી મંથનથી યજ્ઞને પ્રજ્વલિત કરાયો છે વૈદિક મંત્રોચ્ચાર તથા દરરોજ પાંચ લાખના મહામૃત્યુંજય જાપ સાથે ઋષિકાળની યજ્ઞપરંપરા જીવીત રાખવા તથા પર્યાવરણ શુદ્ધિ અને લોક કલ્યાણની ભાવના જાગે તે હતું થી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલા રામોજી ફાર્મ ખાતે હરિદ્વારની કૃષ્ણાયન ગૌ રક્ષા શાળા સંસ્થા દ્વારા માત્ર મોરબી નહીં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ૨૦ દિવસના ૧૦૮ કુંડી મહારુદ્રયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.આ મહારુદ્રયજ્ઞ માટે ગૌમાતાના છાણ થી ૨૦ હજાર ફૂટની જગ્યામાં યજ્ઞશાળા બનાવવામાં આવી છે યજ્ઞના પ્રારંભ પૂર્વે ભવ્ય કળશ યાત્રા નિકળી હતી.ગઈ કાલથી મહાયજ્ઞનો વૈદિક પરંપરા સાથે પ્રારંભ થયો છે આ યજ્ઞમાં અનેક દંપતીઓ ભાગ લઈ રહ્યા છે તેમજ દેશ વિદેશમાંથી અનેક લોકો ઉમટી પડીને આ દિવ્ય યજ્ઞનો લાભ લઈને પુણ્યનુ ભાથુ બાંધી રહ્યા છે યજ્ઞએ દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જ્યું છે દરરોજ યજ્ઞમાં ૫ લાખ મહામૃત્યુંજય જાપ કરવામાં આવી રહ્યા છે
હિમાલય સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વૈદિક હોય તેવા ૧૩૦ ભૂદેવો વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ વિધિ કરાવી રહ્યા છે આ યજ્ઞમાં શુદ્ધ ઘી, ઘઉં, ચોખા, કંકુ ,ડ્રાયફ્રુટ સહિતની સામગ્રીઓનું હોમ હવન થઈ રહ્યું છે ૨૦ દિવસ ચાલનારા આ યજ્ઞમાં કુલ ૧ કરોડ મહામૃત્યુંજય જાપ કરાશે. યજ્ઞ દરમિયાન ત્રણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા ૧ એપ્રિલથી ભાગવત કથા તા ૯ થી હનુમંત કથા યોજાશે. વિશ્વ કલ્યાણ સાથે વૈદિક યજ્ઞપરંપરાને પુનજીર્વિત રાખવાના ઉદેશ સાથે વાતાવરણના શુદ્ધિકરણ માટે રોજ યોજાઈ રહેલા આ પવિત્ર યજ્ઞ મોરબી વાસીઓ માટે દુર્લભ બની રહ્યો છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,