બિલ્ડીંગ, ઇન્ટિરીયર અને પ્રોપર્ટીનું અદકે‚ એકસ્પો
આરબીએ, ક્રેડાઇ અને આઇ.આઇ.આઇ.ડી. ના સંયુકત ઉપક્રમે ભવ્ય આયોજન: ૩ લાખ સ્કવેર ફુટની વિશાળ જગ્યામાં ૨૪૦ થી વધુ સ્ટોલ
વિવિધ એસોસિએશનો ભેગા મળી કન્વેન્સન કે પ્રદર્શન સેન્ટર બાંધશે
તો સરકાર જમીન નિ:શૂલ્ક આપશે: વિજયભાઈ રૂપાણી
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના સૌથી વિશાળ ચાર દિવસીય પ્રોપર્ટી એકસ્પોનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યું છે. આર.બી.એ., આઈઆઈઆઈડી અને ક્રેડાના સંયુક્ત ઉપક્રમે કરાયેલ આયોજન આજથી ૭ જાન્યુઆરી સુધી ચાલનાર છે. પ્રથમ વખત પ્રોપર્ટી એન્ડ બિલ્ડીંગ ઈન્ટીરીયલ પ્રોડકટ એક છત નીચે શો-કેસ કરવામાં આવી રહ્યો છે. ૩ લાખ સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ૨૫૦થી વધુ સ્ટોલ સાથે જાજરમાન આયોજન પ્રોપર્ટી એકસ્પો ૨૦૧૯નું કરવામાં આવ્યું છે.
રીયલ એસ્ટેટ એ સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આ એક્ઝિબીશનમાં પ્રોપર્ટી સાથે સંકળાયેલા વેપારીઓ ઉપરાંત ખરીદદારોને લાભ રહેશે. એકસ્પોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત ક્રેડાઈના ચેરમેન પરેશ ગજેરા સહિતના મહાનુભાવો તેમજ ટોચના સૌરાષ્ટ્રભરના બિલ્ડરોએ ભાગ લીધો છે. જેમાં ૧૦૦થી વધુ બિલ્ડરોના અને ૧૦૦થી વધુ ઈન્ટીરીયલ ડિઝાઈનના સ્ટોલ રાખવામાં આવ્યા છે.
રાજકોટના બિલ્ડરો રેરાના તમામ નિયમોનું પાલન કરે સાથે કસ્ટમરોને વેલ્યુ ફોર મની મળી રહે તે માટે સોમા ૭ લાખથી માંડી અઢીથી ત્રણ કરોડના ફલેટ્સના નમુના મુકવામાં આવ્યા છે. રાજકોટમાં યોજાયેલ પ્રોપર્ટી એકસ્પો ઐતિહાસિક બની રહેશે.
પ્રોપર્ટી એકસ્પો અને શો-કેસ ૨૦૧૯ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોપર્ટી એકસ્પો પાછળ જે મહેનત રાજકોટના બિલ્ડરો અને રાજકોટ ક્રેડાઈના મેમ્બરો દ્વારા કરવામાં આવી છે તે પ્રશંસનીય છે. તેને બિરદાવું છું. વધુમાં જે પ્રોજેકટો રાજકોટના બિલ્ડરો દ્વારા મુકવામાં આવ્યા છે તે પણ ખરા અર્થમાં સાર્થક થયા છે અને હું રાજકોટની જનતાને અપીલ પણ કરું છું કે, આ એકસ્પોની મુલાકાત તેઓ લે અને રાજકોટનું રીયલ એસ્ટેટ ક્ષેત્રે જે રીતે વેગ પકડી રહ્યો છે તેમાં તેઓ સહભાગી થાય.
પ્રોપર્ટી એકસ્પો અને શો-કેસના ઉદઘાટન પ્રસંગ બાદ રાજકોટ ક્રેડાઈના પ્રેસીડેન્ટ પરેશભાઈ ગજેરાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રોપર્ટી એકસ્પોનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનો શ્રેય તેમના શિરે જાય છે. છેલ્લા ઘણા સમયથી ક્રેડાઈ રાજકોટના સભ્યો અને રાજકોટ બિલ્ડર એસોસીએશને તનતોડ મહેનત કરી આ એકસ્પોને સફળ બનાવવામાં મદદ કરી છે તે આવકાર્ય છે. વધુમાં તેઓએ જણાવ્યું કહ્યું કે, આ એકસ્પો ગુજરાતનો અદ્યતન અને આધુનિક એકસ્પો બની રહેશે. કારણ કે, ૩ લાખ સ્કવેર ફૂટમાં આ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બિલ્ડરો દ્વારા પોતાના બિલ્ડીંગ પ્રોજેકટો શો-કેસ કરવામાં આવ્યા છે અને ઈન્ટીરીયર ડિઝાઈનને લઈ ઘણા પ્રોજેકટ મુકાયા છે જેનાથી રાજકોટની જનતાને લાભ મળશે.
ગુજરાતનો ઐતિહાસિક એકસ્પો બની રહેશે પ્રોપર્ટી ૨૦૧૯ શો-કેસ: નવીન બેલાણી
કૃતિ ઓનેલા ગ્રુપના નવીનભાઈ બેલાણીએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ એકસ્પો ગુજરાતનો સૌથી ઐતિહાસિક એકસ્પો બની રહેશે. કારણ કે, આ શો-કેસથી રાજકોટની જનતાને રાજકોટના બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલા તમામ પ્રોજેકટો વિશે માહિતી મળી રહેશે અને મધ્યમ વર્ગના લોકો માટે પણ આ ખૂબજ ઉપયોગી નિવડશે. ત્યારે કૃતિ ઓનેલા ગ્રુપ સેવન ટાવર બનાવવા અગ્રેસર થઈ રહ્યું છે. જે પ્રોજેકટ રાજકોટના રીયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબજ નવીન અને અદ્યતન બની રહેશે. સાથો સાથ નવીનભાઈએ સરકારની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે, સરકાર ખરા અર્થમાં મધ્યમ વર્ગીય લોકો માટે વિચારી રહી છે જેને લઈ એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમને રજૂ કરવામાં આવી છે જેથી લોકોને ઘરનું ઘર મળી રહે.
૮ એકરમાં પ્રોસેસીંગ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ: સુરેશભાઇ ધારાન્ગા
ઓમ મારબર કંપનીના સુરેશભાઇ ધારાન્ગા એ જણાવ્યું હતું કે આ કંપની યુરોપ સિવાયના ૧૩ થી ૧૪ કંપનીના માબલ્સ અને ઇમ્પોર્ટ કરીએ છીએ. અમારી કંપનીનો રાજકોટમાં ૮ એકરમાં પ્રોસેસીંગ પ્લાન્ટ છે. ઓટોમેટીક રેસીંગ પ્લાન્ટ, જરુર લાગે તો માર્બલને પોલીસ કરીને પણ વેચાણ કરીએ છીએ. અમારી કંપનીનું મારબલ કોઇપણ ફલેટ, કોઇપણ હોલ, હોટલ વગેરે જગ્યાએ કરવામાં આવે છે. ઉપરાંત વોલ મારબલ, બાથરુમ મારબલ વગેરે જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. ઇટાલિયન મારબલ એક એવું મારબલ છે જે રીચ લુક આપે છે. અને અમે કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે મારબલની ડિઝાઇન બનાવી આપીએ છીએ. અમારી કંપનીનું મારબલ આખા ભારતભરમાં વેચાણ કરીએ છીએ.
રાજકોટના બિલ્ડરો લોકોની માંગ સંતોષવા કટીબદ્ધ: નિખીલ પટેલ
ડેકોરા ગ્રુપના નિખીલભાઈ પટેલે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ડેકોરા ગ્રુપ હરહંમેશ લોકોને કાંઈક નવીન આપવામાં જ માને છે અને સરકારની જે એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ જે પ્રસ્થાપિત કરવામાં આવી છે તેને પરિપૂર્ણ કરવા ગોંડલ ખાતે ડેકોરા ગ્રુપ દ્વારા એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ અંતર્ગત કોમ્પેકટ બંગલો, સોસાયટી બનાવવામાં આવી છે. જેથી મધ્યમ વર્ગના લોકો પણ ખૂબ સારી અધ્યતન સુવિધાસભર જીવન જીવી શકે છે અને પોતાના મનોવાચ્છીત ઘરમાં રહી શકે તે માટે ડેકોરા ગ્રુપ હરહંમેશ કટીબદ્ધ છે. એકસ્પો વિશે માહિતી આપતા નિખીલભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ એકસ્પો ગુજરાતમાં સૌથી અનેરો એકસ્પો તરીકે બહાર આવ્યો છે. જેમાં નામાંકીત બિલ્ડરો પોતાના પ્રોજેકટોને શો-કેસ કર્યા છે અને સાથો સાથ ઈન્ટીરીયરને લઈ ઘણી ચીજવસ્તુઓનો પણ શો-કેસ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને લોકોને પોતાની ઈચ્છા આધારિત વસ્તુઓ મળી રહે ત્યારે નિખીલભાઈએ ગુજરાત સરકારના વખાણ કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે જે નોટબંધી, જીએસટી અને રેરા જેવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હતા તેનાથી રાજકોટની રીયલ એસ્ટેટ બજારમાં થોડી મંદી જોવા મળી હતી. પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો આ તમામ કાયદાઓ સુચા,રૂપથી ચાલી રહ્યાં છે અને રાજકોટની રીયલ એસ્ટેટ બજાર પણ વિકાસમાં વેગ ભરી રહી છે.
રાજકોટની જનતાને અદ્યતન પ્રોજેકટસ આપવા ઉદયત ગ્રુપ કટીબદ્ધ: નિરવભાઈ કનેરીયા
ઉદયત ગ્રુપના નિરવભાઈ કનેરીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોપર્ટી એકસ્પોમાં લોકોને ઘરા ખરા પ્રોજેકટો વિશે માહિતી પ્રાપ્ત થશે અને પોતે જે પ્રકારનું ઘર ઈચ્છે છે તે પણ તેઓને પ્રોજેકટ અહીં એકસ્પોમાં જોવા મળી શકશે. આ એકસ્પો ખરા અર્થમાં લોકોપયોગી નિવડશે તે વાત ૧૦૦ ટકા સાચી છે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, સરકાર દ્વારા જે એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ લોકો માટે જાહેર કરવામાં આવી છે તેનાથી ખૂબજ પ્રભાવિત થયા છે અને પોતાને ઘરનું ઘર મળી રહે તે માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે ત્યારે ઉદયત ગ્રુપ મધ્યમ વર્ગીય લોકોના હિત માટે હરહંમેશ વિચારતું રહ્યું છે અને ૩૦ થી ૭૦ લાખ સુધીના ફલેટ જે અદ્યતન સુવિધાસભર હોય તે લોકોને આપી રહ્યાં છે જેનો પ્રતિસાદ પણ ખૂબજ સારો મળી રહ્યો છે. સ્કાય હાઉસ અને પેન્ટ હાઉસ જેવા પ્રોજેકટો ઉદયત ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને જેમાં લોકોને પણ ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથો સાથ નિરવભાઈએ પણ સરકારની બિલ્ડરલક્ષી જે યોજનાઓ યોજવામાં આવી છે તેને પણ આવકારી હતી.
ફર્નિચર-હાર્ડવેર અને કીચન ફિટીંગ કીચની મુખ્ય પ્રોડકટ: કેતનભાઇ
રાજકોટના પ્રોપટી એકસ્પો ૨૦૧૯માં કીચ આર્કીટેકચરલ પ્રોડકટસ પ્રાઇવેટ લીમીટેડ ના કેતનભાએ જણાવ્યું હતું કે રપ વર્ષથી અમારી કંપની કાર્યરત છે. ફર્નીચર ફીટીંગ, હાર્ડવેર ફીટીંગ, બાથરુમ ફીટીંગ જે કીચની મેઇન પ્રોકટસ છે. આ પ્રોડકટ એસએસ ૩૧૬ માંથી બનાવવામાં આવે છે. જે એક રજીસ્ટર્ડ ગ્રેડ છે. અને અમે લોકો પ્રીમીયમ કસ્ટમરને ઘ્યાનમાં રાખીને બનાવીએ છીએ. આ કંપની ઇન્ડિયાની પ્રથમ એવી કંપની છે જે એસ.એસ. ૩૧૬ માંથી પ્રોડકટ બનાવે છે. આ બધી પ્રોડકટનો ઉપયોગ ઇન્ટીરીયર ડિઝાઇનીંગ, કોઇપણ પ્રકારની બારી કે દરરાજા હાર્ડવેર પાર્ટસમાં એલ્યુમીનીયમ ડોર્સનો ઉપયોગ થાય છે.
વિકેન્ડ ફલેટસ અને રેસીડેન્ટની ડિમાન્ડ વધી: ગૌરવ સોનવાણી
આ તકે આર.કે. પ્રાઇમના ગૌરવ સોનવાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૮ વર્ષથી અમારું આર.કે. ગ્રુપ વખણાઇ રહ્યું છે. અમારું આર.કે. ગ્રુેપ વીઝન અને મિશનને ઘ્યાનમાં રાખીો પ્રોજેકટસ બનાવીએ છીએ. અમે અત્યારે કોમર્શીયલ બિલ્ડીંગમાં આખા રાજકોટમાં પાયોનીયમ છીએ. અમારે ૮ જેટલા કોમર્શીયલ બિલ્ડીંગ ચાલુ છે. અને સાથે સાથે વિકેન્ડ ફલેટસ અને રેસીડેન્ટસ તો ખરા જ અત્યારે ૧૫૦ ફુટ રીંગ રોડ પર જે અમારા નામાંકિત પ્રોજેકટ જેવા કે આર.કે. પ્રાઇમ-૧, પ્રાઇમ-ર, આર.કે. એમ્પાયર વગેરે રાજકોટમાં કોમર્શીયલ માટે સારામાં સારા ગણી શકાય. રાજકોટ વર્લ્ડમાં ૭ માં નંબરે સ્માર્ટ સીટીમાં આવે છે. ત્યારે તેમાંથી ૬૦ ટકા બિલ્ડીગ્સને ફાળે જાય છે. જેનાં લીધે રાજકોટનું ડેવલોપમેનટ વઘ્યું છે. એમાં પણ અમે લોકોને વધુને વધુ આપવામાં માંગીએ છીએ.
વેસ્ટમાંથી બેસ્ટ ઇન્ટિરીયલ અદભુત: ધુમી શાહ
આ તકે INIFD એકેડેમી ઓફ ઇન્ટીરીયરના વિઘાર્થીની ધ્રુમી શાહે જણાવ્યું હતું કે અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જુની યાદોને તાજી કરી છે. મોર્ડમ વે માં બુલેટ ચેર, જુની ખુરશીને પોલીસ કરીને નવો અંદાજ આપી માર્ડન કરી છે. જુની કીટલી અને પંખાનું મિશ્રણ કરીને લેમ્પ બનાવ્યો છે. મોકટેલ ટાઇપ સોફા પણ બનાવ્યા છે. આ બધી વસ્તુ અમે કોઇએ ન બનાવ્યું હોય તેવું બનાવવાનો વિચાર કરી બનાવ્યું છે. ભવિષ્યમાં પણ અમે ઇન્ટીરીયલ ડિઝાઇનીંગ ક્ષેત્રે અવનવી વસ્તુઓ આપવાનો પ્રયાસ કરીશું.
પ્રોપર્ટી એકસ્પો ૨૦૧૯ ખરા અર્થમાં અદ્ભૂત છે: દિલીપભાઈ લાડાણી
રાજકોટ ખાતે જે પ્રોપર્ટી એકસ્પો અને શો-કેસ ૨૦૧૯નું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં અદ્ભૂત છે. આ એકસ્પોથી રાજકોટના બિલ્ડરોને ઘણો ખરો લાભ થશે અને લોકોની જે માંગ છે તેને પણ પરિપૂર્ણ કરવા રાજકોટ ક્રેડાઈ અને રાજકોટ બિલ્ડર એસોસીએશન ખૂબજ મહેનત કરી રહ્યું છે અને ફળ સ્વરૂપે રાજકોટની જનતાને ઈચ્છીત પ્રોજેકટો જોઈ શકે તે માટે ખાસ પ્રોપર્ટી એકસ્પોનું આયોજન કરૂવામાં આવી રહ્યું છે. વધુમાં દિલીપભાઈ લાડાણીએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારની એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ જે છે તે ખરા અર્થમાં કાબિલે તારીફ છે અને તેને પૂર્ણ કરવા અને લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજકોટના બિલ્ડરો ખરા અર્થમાં મહેનત કરી રહ્યાં છે.
વધુમાં એકસ્પોને લઈ લાડાણી ગ્રુપના દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે, રાજકોટની જનતા જે માંગ કરે છે તેનાથી હરહંમેશ રાજકોટના બિલ્ડરોએ આપ્યું જ છે તેથી આ એકસ્પો રાજકોટના બિલ્ડરો માટે તો ઠીક પણ રાજકોટની જનતા માટે પણ ખૂબજ ઉપયોગી અને મહત્વનું બની રહેશે.
રાજકોટ બિલ્ડર એસોસિએશનની કામગીરી ખૂબ જ અદ્ભૂત: નરેશભાઈ પટેલ
રાજકોટ પ્રોપર્ટી એકસ્પો અને શો-કેસ ૨૦૧૯નું જે આયોજન કરવામાં આવ્યું છે તે માટે હું તમામ રાજકોટ બિલ્ડર એસો.ના સભ્યો અને રાજકોટ ક્રેડાઈને હું અભિનંદન પાઠવું છું. કારણ કે, આ અથાક મહેનત અને પ્રયાસથી આ કાર્ય સંપન્ન થયું છે જેમાં સિંહફાળો રાજકોટના બિલ્ડરોના શિરે જાય છે ત્યારે હું રાજકોટની રંગીલી જનતાને પણ સંદેશો પાઠવું છું કે તેઓએ ખરા અર્થમાં એકસ્પોની મુલાકાત લેવી જોઈએ અને તેઓએ પોતાના સપનાની ઉડાન પણ ભરવી જોઈએ કારણ કે આ પ્રોપર્ટી એકસ્પોથી રાજકોટની જનતાને ખૂબજ ફાયદો થશે.
એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ લોકો માટે આશિર્વાદરૂપ: શિલ્પન ગ્રુપ
શિલ્પન ગ્રુપના વાય.બી.રાણા અને ભરતભાઈએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રોપર્ટી એકસ્પો ૨૦૧૯ બિલ્ડરો માટે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે, જે રીતનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રાજકોટ ક્રેડાઈ અને રાજકોટ બિલ્ડર એસોસીએશને તનતોડ મહેનત કરી આ આયોજનને સફળ બનાવ્યું છે ત્યારે રાજકોટની જનતાનો પણ ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એકસ્પોથી રાજકોટના બિલ્ડરોને આગામી સમયમાં ખૂબજ ફાયદો થનાર છે.
ચાર દિવસ ચાલનાર આ એકસ્પોમાં મોટી સંખ્યામાં બિલ્ડરો સહિત સૌરાષ્ટ્રભરના લોકો અહીં આવવાના છે ત્યારે એફોર્ડેબલ હાઉસ સ્કીમ લોકો માટે આશિર્વાદરૂપ સાબીત થશે તેવું ચોકકસપણે લાગી રહ્યું છે.
પ્રોપર્ટી એકસ્પો અને શો-કેસ ૨૦૧૯ અવિસ્મરણીય: હરેશ પરસાણા
હરેશભાઈ પરસાણાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ બિલ્ડર્સ તથા ક્રેડાઈ રાજકોટ અને ત્રિપલ આઈડીના સંયુકત ઉપક્રમે જે પ્રોપર્ટી એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે અવિસ્મરણીય બની રહેશે. કારણ કે આ પ્રકારનો એકસ્પો હજુ સુધી ગુજરાતમાં યોજાયો નથી અને આ એકસ્પોથી રાજકોટની જનતાને ખૂબજ ફાયદો થશે. જેના માટે રાજકોટની જનતાને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે કે તેઓ આ એકસ્પોનો લાભ લે અને અદ્યતન સુવિધાઓ વિશે માહિતી પણ મેળવે. મધ્યમ વર્ગીય લોકો માટે પણ આ પ્રોપર્ટી એકસ્પો ખૂબજ ઉપયોગી બની રહેશે.