કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા જાણીતા ધારાશાસ્ત્રી ભાવિનભાઈ દફ્તરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લેવાયો નિર્ણય : સમગ્ર બિલ્ડીંગને સેનેટાઇઝ કરાઈ

રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી ભાવિનભાઈ દફ્તરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની ઓફિસ ફૂલછાબ ચોકમાં આવેલ સ્ટાર પ્લાઝામાં આવેલ હોય આ કોમ્પલક્ષ ત્રણ દિવસ માટે બંધ રાખવાનું ઓફિસ ધારકોએ સ્વેચ્છાએ જાહેર કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ શહેરમાં કોરોનાનો કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.જેમાં કોઈ પણ જાતના લક્ષણો કે ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ કોરોના પોઝીટીવ નીકળી રહયા છે. શહેરના જાણીતા એડવોકેટના પરિવારમાં બે સભ્યો કોરોના પોઝીટીવ જાહેર થયા છે જેમને કોઈ લક્ષણો ન હતા અને બહાર ગામ પણ ગયા ન હતા છતાં રિપોર્ટ કરાવતાં પોઝીટીવ આવ્યો છે. એડવોકેટ ભાવિન નિરંજનભાઈ દફ્તરી ઉ.વ.૪૬ અને તેમના પત્ની નેહા ભાવિનભાઈ દફ્તરી ઉ.વ.૪૬ રહે.બંન્ને ૪૦૨- મારુતી મેનોર એપાર્ટમેન્ટ, સાધુવાસવાણી રોડનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તે અંગે તપાસ આદરી છે.

બીજીબાજુ તેમના વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત ભાવિનભાઈ દફ્તરી ફૂલછાબ ચોકમાં આવેલ જાણીતા એવા કોમ્પ્લેક્ષ સ્ટાર પ્લાઝમા પોતાની ઓફિસ ધરાવતા હોય આ કોમ્પ્લેક્ષની તમામ ઓફિસો આજથી ત્રણ દિવસ બંધ રહેશે. આ નિર્ણય ઓફિસ એસોસિએશન દ્વારા તકેદારીના ભાગરૂપે લેવામાં આવ્યો છે. વધુમાં સમગ્ર સ્ટાર પ્લાઝા બિલ્ડીંગને સેનીટાઈઝ પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.