ચેરમેન પુષ્કરભાઇ પટેલ સવારે 11 કલાકે પત્રકાર પરિષદમાં બજેટમાં શું મંજુર કરાયું શું નામંજુર કરાયું તેની વિગતો જાહેર કરશે
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 10.30 કલાકે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળશે જેમાં વર્ષ 2023-24 નું બજેટમંજુર કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા રજુ કરાયેલા 101 કરોડના કરબોજ સાથેના રૂ. 2686.82 કરોડના ડ્રાફટ બજેટમાં શું મંજુર કરાયું શું નામંજુર થયું તેવી વિગતો સવારે 11 કલાકે પત્રકાર પરિષદમાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ જાહેર કરશે.
કાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના અને 2019-20, 2020-21 અને 2021-22 ના આવક ખર્ચના વાર્ષિક હિસાબો તથા ડિજિટલાઇઝડ ફોર્મમાં જાળવેલા આનુષગિક રેકર્ડ- દસ્તાવેજો વાઉચર્સ વગેરેને મંજુરી આપવા , 2022-23 નું રિવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ 2023-24 નું અંદાજપત્ર મંજુર કરવા, આગામી નાણાકીય માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિના નિયમોમાં ફેરફાર કરવા, પાણી દર નિયત કરવા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, ખુલ્લા પ્લોટ ઉપરનો ટેકસ નિયત કરવા, વાહન કર નિયત કરવા, થિયેટર ટેકસ નિયત કરવા, એન્વાયરમેન્ટ ચાર્જ નિયમ કરવા, મિલ્કત વેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ મિલકત ધારકો સમયાંતરે એડવાન્સમાં વેરો ભરવા પ્રોત્સાહીત થાય તેમાટે વન ટાઇમ ઇમન્સ્ટ્રીઝ સ્કીમ, મિલ્કત વેરામાં વળતર યોજના લાગુ કરવા, ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા અંગે નિર્ણય લેવા માં આવશે.
મ્યુનિસિપલ કમિશ્નરે રજુ કરેલા ડ્રાફટ બજેટમાં 101 કરોડનો કરબોજ સુચવવામાં આવ્યો છે. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા પ0 કરોડ આસપાસનો કરબોજે મંજુર કરવામાં આવે તેવી શકયતા હાલ જણાય રહી છે. કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ પણ જાહેર કરવામાં આવશે