આવતીકાલે નવા ચેરમેનની સ્ટેન્ડીંગ કમીટી બેઠક

બે ફૂડ ઝોનની દરખાસ્ત: ચાર ઓવરબ્રિજ માટે ટી.પી.આઈ.ની નિમણુંંક, મોરબી બાયપાસથી એઈમ્સ સુધી 30 મી. ડી.પી. રોડ બનાવવાના કામોને  લાગશે મહોર

રાજકોટ મહાનગરપાલિકાની આવતીકાલે સ્ટેન્ડીંગ કમીટીની બેઠક યોજાનાર છે. જેમાં રાજકોટ શહેરના વિકાસ માટે 34 જેટલી દરખાસ્તો મૂકવામાં આવી છે. જેમાં આવતીકાલે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ દ્વારા 34 દરખાસ્તોને મંજુરી આપવામાં આવશે. 34 દરખાસ્તો પૈકી વોડ નં.3માં મોરબી બાયપાસ રોડથી રૂડા આમ એમ.સી.બ્રાઉન્ડ્રી સુધી એઈમ્સ હોસ્પિટલ કનેકટીંગ 30 મીટર ડી.પી. રોડ બનાવવા અંગે રાજકોટ શહેરમાં નવા નિર્માણ થનાર ફલાય ઓવર બ્રિજના કામે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન (ટી.પી.આઈ)ની નિમણુંક કરવા અગે પુષ્કરધામ મેઈનરોડ પર હોકર્સ ઝોનની બાજુમાં ફૂડ કોર્ટ માટે જગ્યા લીઝથી આપવા અંગે કાલાવડ રોડ પર ચંદ્રશેખર આઝાદ ગાર્ડન પાસે આવેલ ફૂડ કોર્ટનું સંચાલન આપવાનાં કામ બાબતે વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપ આર્યજ્ઞ તથા 150 ફૂટ રીંગરોડ લાગુ ખીજડાવાળા 80 ફૂટ રોડ મેઈનરોડ પર જૂની ભૂગર્ભ ગટર લશઈન નેટવર્ક બદલવા સહિત નવી લાઈન તથા મેનહોલ બનાવવાના કામ અંગે વોર્ડ નં.3માં પરસાણાનગર વોકળા પર જુદી જુદી જગ્યાએ જુના કલવર્ટ દૂરી કરી નવ આરસીસી બોક્ષ કલવર્ટ બનાવવાના કામ અંગે પાણીના શુધ્ધિકરણ માટે લિકવીડ પોલી એલ્યુમીનીયમ કલોરાઈડ ખરીદ કરવા અંગે વોર્ડ નં.3માં આવેલ પોપટપરા ડ્રેનેજ પંપીંગ સ્ટેશનથી માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધીની 100 મીમી ડાયા.ની ડીઆઈ રાઈઝીંગ મેઈન પાઈપલાઈન લેઈંગ કરવાનું કામ કરવા વોડ નં.3માં કૈલાશધામ સ્મશાન પાસે આવેલ પોપટપરા મેઈન પંપીંગ સ્ટેશન કેમ્પસ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના તથા પેવીંગ બ્લોક નાખવાના કામ, વોર્ડ નં.18માં કોઠારીયા રોડ એનિમલ હોસ્ટેલ પાસે 15 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ કરવા સહિતની 34 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જેનો આવતીકાલે સ્ટેન્ડીંગ બેઠકમાં મંજૂરી આપવામાં આવશે.

વોર્ડ નં.18માં કોઠારીયા રોડ એનિમલ હોસ્ટેલ પાસે 15 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ કરવાના કા મઅંગે મ્યુ. કમિશનરનો પત્ર નં. 418 તા.17.3.21 લક્ષમાં લઈ નિર્ણય લેવામાં બાબત. વોર્ડ નં.2માં રેસકોર્ષ સંકુલમાં લોકમેળા મેદાનમાં વરસાદી પાણીની કલેકટીવ ચેનલ બનાવવાના કામ અંગે મ્યુ. કમિશનરનો પત્ર નં. 420 તા.17.3.21 લક્ષમાં લઈ નિર્ણય લેવા બાબત તેમજ વોડ નં.3માં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ ડો. હેડગેવાર ટાઉનશીપ તથા મહર્ષિ અરવિંદ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણથક્ષ આપી દસ્તાવેજ કરી આપવાના કામ અંગે મ્યુનિ. કમિશનરનો પત્ર નં. 421 તા.17.3.21 લક્ષમાં લઈ નિર્ણય લેવા બાબત તથા રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના જૂનિયર કલાર્ક, શ્રીમતી હંસાબેન આર.નાયકને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ખાતે ખાસ કિસ્સા તરીકે પ્રતિનિયુકિતની વિશેષ 3 વર્ષ માટે મુદત લંબાવવાના કામ અંગે મ્યુનિ. કમિશનરનો પત્ર નં. 422 તા.17.3.21 લક્ષમાં લઈ નિર્ણંય લેવા બાબત અને વોડ નં.15માં આજી ડેમ ઓવરફલો સામેના નવા બગીચામાં દાધા હનુમાનથી ફિલ્ટર પ્લાન્ટ સુધી કમ્પાઉન્ડ વોલબનાવવાના કામ અંગે મ્યુનિ. કમિશનરનો પત્ર નં. 424 તા.17.3.21લક્ષમાં લઈ નિર્ણય લેવા બાબતનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.