ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં તમામ લોકોને વધુ સારી તથા સુદ્રઢ આરોગ્ય સેવા મળી રહે તે માટે માં અને માં વાત્સલ્ય યોજનામાં કુટુંબોને પહેલા ૩ લાખ સુધીની સારવાર વિનામુલ્યે આપવામાં આવતી હતી. જેમાં વધારો કરીને હવેથી ૫ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવાની ગુજરાત સરકારે જાહેરતા કરવામાં આવેલ છે.
ગુજરાત સરકારના બજેટને આવકારતા તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ વાર્ષિક કૌટુંબિક આવક .રૂ.૩ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને માં વાત્સલ્ય યોજનાનો લાભ આપવામાં આવતો હતો અને હવે વાર્ષિક કૌટુંબિક આવક રૂ.૪ લાખ સુધીની કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આરોગ્યલક્ષી નિર્ણયને આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા બિરદાવવામાં આવેલ છે.