રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. આજે તેઓ પોતાની યશસ્વી કારકિર્દીના ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. યોગાનું યોગ જન્મદિવસના દિવસે જ આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મળી હતી. જેમાં તેઓએ વધુના વિકાસ કામોને બહાલી આપી હતી.પોરબંદરના પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ અને રાજકોટના પૂર્વ મેયર શ્રીમતી મંજુલાબેન પટેલના પુત્ર પુષ્કરભાઈનો જન્મ તા.૭/૯/૧૯૭૫ના રોજ થયો હતો. તેઓ એસવાયવાય બીબીએ સુધીનો અભ્યાસ ધરાવે છે. જુના વોર્ડ નં.૧૦માં તેઓ વર્ષ ૨૦૧૦માં ચૂંટાઈ પ્રથમ વખત મહાપાલિકાના કોર્પોરેટર બન્યા હતા. આ દરમિયાન તેઓએ ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન પદે અને ૨૦૧૩ થી ૨૦૧૫ સુધી બાંધકામ સમીતીના ચેરમેન પદે ભારે નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી. નગરસેવક તરીકે લોક ઉપયોગી કામગીરીને ધ્યાનમાં રાખી ભાજપે તેઓને વર્ષ ૨૦૧૫માં ફરી ટિકિટ આપતા તેઓ વોર્ડ નં.૯ના કોર્પોરેટર પદે ચૂંટાઈ આવ્યા હતા. હાલ તેઓ છેલ્લા દોઢ વર્ષથી સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે સેવા આપી રહ્યાં છે. આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક પૂર્વે મળેલી પક્ષની સંકલન બેઠકમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ ચેરમેન નીતિન ભારદ્વાજ, ડે.મેયર દર્શિતાબેન શાહ, દંડક રાજુભાઈ અઘેરા અને સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય કશ્યપભાઈ શુકલ સહિતનાએ કેક કાપી તેઓને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. મો.નં.૯૮૭૯૩ ૭૭૭૭૭ ઉપર સવારથી અનરાધાર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો આજે જન્મદિવસ: શુભેચ્છા વર્ષા
Previous Articleજગતાતના ચહેરા પર મુસ્કાન: મગફળીનો પાક તૈયાર
Next Article ગાબડાઓની હારમાળા વચ્ચે રસ્તા ખોવાયા