રાજકોટ શહેરમાં જાહેર સુવિધાના ભાગરૂપે જુદા જુદા વિસ્તારમાં સુલભ શૌચાલય/ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવામાં આવેલ છે, આ ટોયલેટ બ્લોકમાં સફાઈ પ્રત્યે ઉદાસીનતા સેવતી હોવાથી ફરિયાદ આવતા આજરોજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ સંબંધક શાખાધિકારીઓ સાથે જુદી જુદી સ્થળ મુલાકાત લીધેલ તે અંગે માહિતી આપતા ચેરમેન જણાવે છે.
રાજકોટ શહેરના તમામ સુલભ સૌચાલય (પે એન્ડ યુઝ ટોયલેટ)માં સફાઈનું ધોરણ જળવાઈ રહે તે હેતુથી આજરોજ રેસકોર્ષ ફનવર્લ્ડની બાજુમાં આવેલ ધરતી સેનિટેશન સંચાલિત પે એન્ડ યુઝ ટોયલેટની મુલાકાત લીધેલ અને સ્થળ નિરીક્ષણ કરતા પે એન્ડ યુઝ ટોયલેટના આગળની સાઈડમાં ગાર્ડનિંગ કરવાની સુચના આપવામાં આવેલ
તેમજ સદર તાલુકા શાળા પાસે આવેલ સુલભ ઇન્ટરનેશનલ સંચાલિત પે એન્ડ યુઝ ટોયલેટની મુલાકાત લઈ ત્યાં સફાઈ બરાબર ન જણાતા પે એન્ડ યુઝ ટોયલેટના સંચાલકને રૂબરૂમાં સફાઈનું ધોરણ સારી રીતે જાળવવા સુચના આપવામાં આવેલ અને શહેરના હાર્દસમા જુના વિસ્તાર લાખાજીરાજ રોડ પર હિંદીભવન પાસે આવેલ પબ્લિક યુરીનલની મુલાકાત લીધેલ.
જે યુરીનલમાં જરૂરી રીનોવેશન કરવાની કાર્યવાહી કરાવવા તથા યુરીનલ પાસે આવેલ ન્યુસન્સ પોઈન્ટ દુર કરવા સબંધક અધિકારીને સુચના આપવામાં આવેલ. તેમની આજની આ મુલાકાતમાં સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળા વિગેરે ઉપસ્થિત રહયા હતા.