ત્રણેય ઝોનનો કોન્ટ્રાકટ પવન ક્ધસ્ટ્રકશન કંપનીને ૧૪ ટકા ડાઉનથી અપાયો: નવરાત્રી આસપાસ ડામરકામ થઈ જશે: ૪૧.૪૭ કરોડના વિકાસ કામોને સ્ટેન્ડિંગની બહાલી
રાજકોટ મહાનગરપાલિકા આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. ભારે વરસાદ અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે હાલ બિસ્માર થઈ ગયેલા શહેરના રાજમાર્ગોને ડામરથી મઢવા માટે ૨૮ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ત્રણેય ઝોનનો કોન્ટ્રાકટ એક જ એજન્સી પવન ક્ધસ્ટ્રકશન કંપનીને ૧૪ ટકા ડાઉન સાથે આપવામાં આવ્યો છે.આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ ૩૫ દરખાસ્તોને બહાલી આપી વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ત્રણેય ઝોનમાં રોડને ‚પિયા ૨૩.૨૬ કરોડની નુકશાની થવા પામી હતી. ઈસ્ટ ઝોનના રાજમાર્ગોને સેન્ટ્રલ ઝોનના રાજમાર્ગોને અને વેસ્ટઝોનના રાજમાર્ગોને કરોડનું નુકશાન થયું હતું. ભારે વરસાદથી શહેરમાં રોડ રસ્તા અને ડ્રેનેજ સહિત ૫૦ કરોડની નુકશાની થઈ હતી. આ માટે રાજય સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવી હતી. તાજેતરમાં સરકારે ૨૫ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. ત્રણેય ઝોનના રાજમાર્ગોને ડામરથી મઢવા માટે એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ૧૪ ટકા ડાઉન ભાવ આવ્યા હતા. ત્રણેય ઝોનનો કોન્ટ્રાકટ કરોડમાં પવન ક્ધસ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યો છે. નવરાત્રી આસપાસ શહેરમાં ડામરકામ પૂરજોશમાં શ‚ કરી દેવામાં આવશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે વાર્ષિક ઝોન રસ્તા કામ, ઝોનલ મેસનરી કામ, ઝોનલ ડ્રેનજ કામને પણ બહાલી આપવામાં આવી હતી. જયારે વોર્ડ નં.૧૨માં વાવડી ગામના જુદા જુદા રસ્તાઓને મેટલીંગ તથા પેવર કાર્પેટ કરવાના કામ માટે ‚ા.૨.૭૪ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.