સીસી ટીવી કેમેરા મુકવાના પ્રોજેકટનો કુલ ખર્ચ ‚રૂ ૬૯ કરોડ જેમાંથી કેમેરાનો ખર્ચ માત્ર ‚રૂ ૬.૪૬ કરોડ: પ્રદુષણની માત્રા પણ જાણી શકાય તેવા ડિસ્પ્લે મુકાશે
શહેરના રાજમાર્ગો પર પ્રથમ તબકકે ૪૮૭ સીસી ટીવી કેમેરા મુકવા માટે આજે સ્ટેન્ડીગ કમીટી દ્વારા ‚ા ૪૭.૫૬ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. આગામી બે માસમાં સીસી ટીવી કેમેરા મુકવાની કામગીરી આરોપી લેવાશે.
આ અંગે વધુ માહીતી આપતા સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે મુળ જર્મન બેઇઝ કંપની હનીવેલ ઓટોમેશન ઇન્ડીયા પ્રા. લી. ને સીસી ટીવી કેમેરા લગાવવા તથા તેેને આનુસાંગીક સુવિધા ઉભી કરવાની કામગીરી સુપ્રત કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત કુલ ૯૭૩ કેમેરા મુકવાનું આયોજન છે. તેમાંથી પ્રાથમીક તબકકે કુલ ૪૮૭ કેમેરા મુકવાની તથા તેને આનુસાંગીક તમામ કામગીરી ‚ા ૪૭.૫૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
આરએલવીડી પાંચ મેગાપીકસેલના કેમેરા મહત્વના ટ્રાફીક પોઇટ પર મુકવામાં આવશે. સબંધી ગુના સબબ કોઇપણ વ્યકિતના ઘેર સીધુ ચલણ પહોંચી જાય તે પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે. આ કેમેરાની પ્રતિ નંગની કિંમત ‚ા ૧,૧૯,૮૧૫ રહેશે. આ પ્રકારના ૨૮ કેમેરા હાલ તુરત મુકવામાં આવશે. એ.એન.પી.આર. બે મેગા પીકસેલના રાજમાર્ગો પર લગાવવામાં આવશે અને તે કોઇપણ વાહનની નંબર પ્લેટ સહીતની સર્વેલન્સની કામગીરી કરી શકશે. આ કેમેરાની પ્રતિ નંગની કિંમત ‚ા ૫૫,૦૬૪/- રહેશે આ પ્રકારના ૫૬ કેમેરા તુરત મુકવામાં આવશે.
પાંચ મેગા પીકસેલના કેમેરા એક સ્થળે ચારેય બાજુના વિસ્તારમાં ૩૬૦ ડીગ્રીએ બાજ નજરથી સર્વેલન્સની કામગીરી કરી શકે છે. આ કેમેરાની પ્રતિ નંગની કિંમત ‚ા ૮૦,૫૧૪/- રહેશે. આ પ્રકારના ૧૬ કેમેરા હાલ તુરત મુકવામાં આવશે.
બે મેગા પીકસેલના કેમેરા જાહેર રસ્તા પર ‚ટીન સર્વેલન્સની કામગીરી કરી શકશે. આ કેમેરાની પ્રતિ નંગની કિંમત ‚ા ૩૭,૦૧૦/- રહેશે. આ પ્રકારના ૨૭૭ કેમેરા હાલ તુરત મુકવામાં આવશે.
પીટીઝેડ પાંચ પાંચ મેગા ફીકસલના કેમેરા પૈકી અતિ મહત્વના છે. તે શહેરના મહત્વના રાજમાર્ગો તથા મહત્વના જાહેર સ્થળોએ લગાવવામાં આવશે. તેનાથી ગુનાખોરી અટકાવવામાં કે ગુનેગારોની ઓળખ કરવામાં વધુ સગવડતા મળી રહેશે. આ કેમેરાની પ્રતિ નંગની કિંમત ‚ા ૧,૩૦,૮૫૫૮/- રહેશે. આ પ્રકારના ૧૧૦ કેમરા હાલ તુરત મુકવામાં આવશે.
આમ હાલ તુરત ૪૮૭ કેમેરા મુકવા માટે ‚ા ૩.૨૩ કરોડનું ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત આ પ્રોજેકટના જરુરી ડેટા સ્ટોરેજ કરવા માટે હાર્ડવેર સોફટવેર માટે ‚ા ૮.૭૫ કરોડનું ખર્ચ કરવામાં આવશે. જેની સ્ટોરેજ કેપેસીટી ૨.૫ પેટાબાઇટની રહેશે. જે લગભગ ૨૦૦૦ કેમેરા દ્વારા લેવામાં આવેલ ડેટા ૩૦ દિવસ સુધી સંઘરી રાખવાની ક્ષમતા ધરાવે છે. જેથી ભવિષ્યમાં શહેરમાં શહેરમાં વિશેષ ૧૦૦૦ કેમેરા મુકવામાં આવે તો પણ તેમાં ફકત કેમેરાનો ‚ા ૪.૪૬ કરોડનો ખર્ચ કરવા સિવાય વધારાનો કોઇ ખર્ચ કરવાની જરુરત ન રહે. આ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં જુદા જુદા ૧૦ પોઇટ પર ૩ xર મીટરના એલઇડી ડીસ્૫ેઇ ટાવર પણ ઉભા કરવામાં આવશે.
જેનાથી મહાનગર શહેરના જુદા જુદા સ્થળે લોકોને ફ્રી વાઇફાઇની સુવિધા આપવાનું આ પ્રોજેકટના કારણે વધુ સરળ બનશે. શહેરના ૧૩ જેટલા મહત્વના જાહેર સ્થળોએ હાલ તુરત ફ્રી વાઇફાઇ સુવિધા પુરી પાડવામા આવશે. આ સમગ્ર પ્રોજેકટનો રાજકોટ મહાનગરપાલીકાનો કંટ્રોલ રુમ, નાનામૈવા ચોકડી સ્થીત મલ્ટી એકટીવીટી સેન્ટર ખાતે રહેશે. તેમજ બીજો કંટ્રોલ રુમ પોલીસ કમિશ્નરની કચેરી ખાતે રહેશે. અને આ બંને સ્થળે ૧૦ x૧૮ ફુટની વીડીયોવોલ બનાવવામાં આવશે. જેમાં તમામ વિગત દ્રશ્યમાન થશે.