ભારતમાં છેલ્લા ઘણા સમયથી સ્ટેન્ડઅપ કોમેડીનું મહત્વ વધ્યું છે , ઘણા કોમેડી કલાકારોની પ્રતિભાઓ બહાર આવી રહી છે તો આ ક્ષેત્ર પણ વિકસી રહ્યું છે આમ તો કોમેડીમાં ખાસ રીતે કોઈ કલાકારો ફેમસ થતાં નથી અને આજે હું તમને એવા કલાકાર વિષેની વાત કરિશ જે ખરેખર રોચક અને રસપ્રદ છે , દિપીકા મ્હાત્રે જે ફુલ ટાઈમ કામવાળા બાઈ અને પાર્ટ ટાઈમ કોમેડિયન છે મુંબઈની દિપીકા સવારે ટ્રેનમાં ઇમીટેશન જ્વેલરી વેચે ત્યારબાદ તે ઘરકામ માટે જાય , લોકોના ઘરે કપડાં ,વાસણ , સફાઈ કરી બીમાર પતિનું ગુજરાન ચલાવતી હતી ,માટે તેણે રોજિંદા જીવનના પ્રસંગો પરથી હાસ્યની શરૂઆત કરી , હવે દિપીકાને સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે ઓળખ , માન , સન્માન મળી રહ્યું છે , એક વખત તેના કામ કરવાની સોસાયટીમાં કામવાળી મહિલાઓ માટે એક કાર્યક્રમનુ આયોજન કર્યું હતું જેમાં તેને કોમેડી કરી અને સૌ કોઈને પસંદ પડી હતી , ત્યારે તેની માલિકે દીપિકાને ફેમસ કોમેડિયન સ્ટાર અદિતિ મિત્તલ સાથે મુલાકાત કરાવી .
ત્યારબાદ અદિતિ મિત્તલે તેને કોમેડીમાટે પ્લૅટફૉર્મ આપવામાં મદદ કરી , આજે દીપિકાએ ઘરકામ બંધ કરીને તેની પ્રતિભા પર આગળ વધી રહી છે , તે પોતાની સાથે થતાં આભૂભાવો પરથીજ જોક્સ બનાવે છે , અદિતિ મિત્તલ સાથે તે પોતાનો એક ઇન્ટરવ્યૂ એપિસોડ બેડ ગર્લ્સ પણ કરી ચૂકી છે , કોમેડીમાં જોડાયા પછી તેના ઘર પરિવારના લોકો , ખાસ તો તેના છોકરાઓ હરખથી કહે છે કે મારા મમ્મી ક્મેડિયન છે .