આજરોજ પ્રસિધ્ધ થયેલા ધોરણ ૧૨ કોમર્સના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ છવાઈ ગયા છે. ઈગ્લીશ મિડિયમમાં ધોરણ ૧૦ તથા ધોરણ ૧૧-૧૨ સાયન્સ માટે શ્રેષ્ઠ રીઝલ્ટ આપતી શાળાઓમાં સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત એવી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સના વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ કોમર્સના પરિણામનો વિજયરથ આગળ ધપાવેલ છે.
સ્કૂલના વિદ્યાર્થી નજકાની વિનયએ ૯૯.૫૨ પીઆર સાથે સ્કૂલ પ્રથમ, સોનછત્રા દેવ ૯૯.૩૧ પીઆર, સબલપરા મીત ૯૯.૨૪ પીઆર સાથે સ્ટેટેસ્ટીકસમાં ૧૦૦/૧૦૦ માકર્સ સાથે બોર્ડ ફર્સ્ટ, શાહધન્વી ૯૮.૭૩ પીઆર. ઢોલરીયા વિશ્વા ૯૮.૬૫ પીઆર. જોષી કનિષ્કા ૯૮.૫૧ પીઆર. સિદપરા કૈરવી ૯૮.૫૧ પીઆર, હાપલીયા હિમાની ૯૭.૯૭ પીઆર. ગઢીયા રાજન ૯૭.૫૯ પીઆર તથા પારેખ વિશ્વા ૯૭.૧૯ પીઆર મેળવી અને બોર્ડમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.
સ્કૂલના કુલ ૪૦ વિદ્યાર્થીઓમાંથી ૦૩ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆર કરતાં વધારે પીઆર મેળવેલ છે. ૯૮ પીઆર કરતાં વધારે ૦૭ વિદ્યાર્થીઓ, ૯૫ પીઆર કરતાં વધારે ૧૧ વિદ્યાર્થીઓ, ૯૦ પીઆર કરતાં વધારે ૧૮ વિદ્યાર્થીઓ અને ૮૦ પીઆર કરતાં વધારે ૨૭ વિદ્યાર્થીઓએ અને ૭૦ પીઆર કરતાં વધારે ૩૪ વિદ્યાર્થીઓએ મેળવી, ઉત્કૃષ્ટ દેખાવ કરી અને બોર્ડમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સની સર્વોપરીતા સ્થાપિત કરી છે.
ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સ ખૂબ જ મર્યાદિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને ઉત્કૃષ્ટ શિક્ષણ આપતી સંસ્થા છે. ઉત્કર્ષ સ્કુલે બહુ થોડા સમયમાં પોતાના ઝળહળતા રિઝલ્ટથી રાજકોટની નહી પણ સમગ્ર ગુજરાતની નં. ૧ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ હોવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા જેઈઈના રિઝલ્ટમાં પણ શાળાના જેઈઈની તૈયારી કરતા સર્વે ૪૯ વિદ્યાર્થીઓએ જેઈઈ-મેઈન એકઝામ ૯૦ કરતાં પણ વધારે પીઆર સાથે પાસ કરેલ છે.
વર્ષ ૨૦૧૮ ના ધોરણ : ૧૨ સાયન્સના રીઝલ્ટમાં પોપટીયા અમને ૯૭% સાથે બોર્ડમાં પાંચમું સ્થાન અને રાઠોડ મહિરાજે ૯૬.૩૩% સાથે બોર્ડમાં દસમું સ્થાન મેળવેલ હતું. આ ઉપરાંત જેઈઈ એડવાન્સમાં રાજકોટમાંથી પસંદ થયેલા ૧૧ વિદ્યાર્થીઓમાં ૪ વિદ્યાર્થીઓ ઉત્કર્ષ સ્કૂલના રામાણી પ્રગલ, મેવાડા વિરલ, કાત્રોડિયા પાર્થ અને દોશી મિહીરે આઈઆઈટી-જેઈઈ એડવાન્સ પસાર કરી ઉત્કર્ષ સ્કૂલનું નામ નેશનલ લેવલે રોશન કરેલ છે.
સંસ્થાના મહત્તમ વિદ્યાર્થીઓ ભારતની તથા ગુજરાતની ટોપ ૧૦ એજીનીયરીંગ કોલેજમાં એડમીશન મેળવવા માટે પ્રવેશ પાત્ર થયા હતા. જે ઉત્કર્ષ સ્કૂલને અંગ્રેજી માધ્યમની સમગ્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર-કચ્છ નહી પરંતુ સમગ્ર ગુજરાતની પ્રથમ ક્રમાંકીત સ્કૂલ તરીકે પ્રસ્થાપિત કરે છે. આજે ઉત્કર્ષ સ્કૂલનાં વિદ્યાર્થીઓ ભારતની તમામ રાષ્ટ્રીય સ્તરની અગ્રીમ એન્જનિયરીંગ અને મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. રાજકોટની પીડીયુ, અમદાવાદની બીજેએમ તેમજ એજીનિયરીંગમાં આઈઆઈટી, વીઆઈટી, એસઆરએમ, ડીએઆઈઆઈસીટી, પીડીપીયુ, નીરમા તેમજ અન્ય અનેક ખ્યાતનામ કોલેજોમાં ઉત્કર્ષ સ્કૂલનાં વિદ્યાર્થીઓ પ્રવેશ સુનિશ્ચિત કરતા આવ્યા છે.
ઉત્કર્ષ સ્કૂલના વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ ડોકટરેટ અને એમ.ટેક. લેવલ ધરાવે છે જેઓ આશરે ૨૬ વર્ષથી પણ વધારે પોતાના વિષયોના શિક્ષણકાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. ઉત્કર્ષ સ્કૂલ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રાખવામાં આવતા વિશ્વાસને જાળવી રાખવા સુદઢ શૈક્ષણિક આયોજન થકી ગુજરાત બોર્ડ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે નીટ અને જેઈઈ માટેનું શ્રેષ્ઠ અને પરિણામજનક શિક્ષણ આપવા માટે પ્રતિબધ્ધ છે.
અંગ્રેજી માધ્યમ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ શિક્ષણ આપવા માટેની એક વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સ ખાતે ધોરણ ૬ થી ૮ ના ૮૦% ઉપરના વિદ્યાર્થીઓને જેઈઈ તથા નીટ ફાઉન્ડેશન વિભાગનું આયોજન કરવામાં આવેલ છે જેથી કરી ઉચ્ચ અભ્યાસના સ્તરે શાનદાર શૈક્ષણિક સફળતા સુનિશ્ચિત કરવા પાયાના સ્તરથી જ સુદઢ અને સઘન શિક્ષણ વ્યવસ્થા સમગ્ર શહેરના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ બની રહે, આજના આ શાનદાર પરિણામ મેળવવા બદલ શાળાના બધાજ વિદ્યાર્થીઓને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકગણે ખુબ ખુબ અભિનંદન પાઠવવા સાથે ભવિષ્યની ઉચ્ચ અને સફળ વ્યવસાયિક કારકિર્દી માટે હાદિક શુભેચ્છાઓ પાઠવેલ છે.
ઉત્કર્ષ સ્કૂલનું ગૌરવ નજકાની વિનય (એ–૨ ગ્રેડ)
ધો. ૧૨ કોમર્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સનો વિદ્યાર્થી નજકાની વિનયએ ૯૯.૫૨ પીઆર સાથે કુલ ૭૦૦માંથી ૬૧૫ માર્કસ મેળવીને ઉકર્ષસ્કલ તેમજ નજકાની પરિવારનું ગૌરવ વધારેલ છે. દિપકભાઈનો પુત્ર ઉત્સવ એમબીએ થઈ મેનેજમેન્ટમાં પોતાની કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે. આ સ્વપ્ન હાંસીલ કરવ ઉત્કર્ષ સ્કુલના માર્ગદર્શનથી જ સરળ બનશે એવા વિશ્વાસ સાથે ધોરણ ૯ થી જ તેણે ઉત્કર્ષ સ્કૂલમાં એડમીશન લીધેલ હતું. માતા શ્રીમતિ નીતાબેનનું એવું દઢ પણે માનવું છે કે ઉત્સવની આજની આ સફળતાનું શ્રેય ફક્ત ને ફક્ત ઉત્કર્ષ સ્કૂલના ફાળે જાય છે.
ઉત્કર્ષનો ઉગતો સૂરજ એટલે સોનછત્રા દેવ (એ-૨ ગ્રેડ)
ધોરણ ૧૨ કોમર્સના રીઝલ્ટમાં ઉત્કર્ષસ્કૂલના વિદ્યાર્થી સોનછત્રા દેવએ ઝળહળતો દેખાવ કરી સ્કૂલની શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી છે. દેવએ ૯૯.૩૧ પીઆર સાથે કુલ ૭૦૦ માંથી ૬૦૭ માર્કસ મેળવી અને સ્કૂલ તથા સોનછત્રા પરિવારનું ગૌરવ વધારેલ છે. દેવ સીએ બની ફાઈનાન્સમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે. ધોરણ ૧૨ કોમર્સનું તેનું પરિણામ તેની કારકિર્દીનું પ્રથમ શ્રેષ્ઠતમ સોપાન બની રહેશે. આજના ઝળહળતા રીઝલ્ટનો શ્રેય દેવ ખરેખર દર્પણસર અને તેમની ટીમને આપે છે. સ્કૂલના સર્વશ્રેષ્ઠ શિક્ષણથી જ વિદ્યાર્થીની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ થઈ રહ્યું છે.
સફળતાના શિખરે બિરાજતો સબલપરા મીત (એ–૨ ગ્રેડ)
ધોરણ ૧૨ કોમર્સના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કૂલનો સબલપરા મીત ૯૯.૨૪ પીઆર સાથે ૭૦૦ માંથી ૬૦૫ તથા સ્ટેટેટીકસમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ સાથે બોર્ડમાં વિષય પ્રથમ સ્થાન મેળવીને ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સને શ્રેષ્ઠ સાબીત કરી બતાવી છે. મીતના પિતાશ્રી વિજયભાઈ એક સફળ બિઝનેસમેન છે. તેમના માતા શ્રીમતી મનીષાબેન મીતની સફળતાનું તમામ શ્રેય ઉત્કર્ષ સ્કૂલને જ આપે છે.
ભવ્ય પરિણામને જીવંત રાખતો ગઢિયા રાજન (એ–૨ ગ્રેડ)
ધોરણ ૧૨ કોમર્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલનાં વિદ્યાર્થી ગઢિયા રાજને ૯૭.૫૯ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કૂલ તેમજગઢિયા પરિવારનું ગૌરવ વધારેલ છે. રાજનને તેના પિતા મુકેશભાઈ તથા માતાશ્રી શિતલબેનના સ્વપ્ન સિધ્ધ કરવા એમબીએ ક્ષેત્રે જ પોતાની કારકિર્દી બનાવવી છે. આ સ્વપ્ન હાંસીલ કરવું ઉત્કર્ષ સ્કૂલના માર્ગદર્શનથી જ સરળ બનશે.
સ્વપ્ન સિધ્ધ કરતી ઢોલરીયા વિશ્વા (એ-૨ ગ્રેડ)
અરવિંદભાઈની પુત્રી અને ઉત્કર્ષ સ્કૂલની મહત્વકાંક્ષી વિદ્યાથીને વિશ્વાએ સફળતાની સીડી સર કરેલ છે. ધોરણ ૧૨ કોમર્સના પરિણામમાં ઢોલરીયા વિશ્વાએ ૯૮.૬૫ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કૂલ તેમજ ઢોલરીયા પરિવારનું ગૌરવ વધારેલછે.
આભની અટારીએ ઉગેલો “સિદપરા કૈરવીનો ચાંદ (એ-૨ ગ્રેડ)
ધોરણ ૧૨ કોમર્સના પરિણામમાં શાળાની વિદ્યાર્થીની સિદપરા કેરવીએ ૯૮.૫૧ પીઆર મેળવીને ઝળહળતો દેખાવ કરેલ છે. કેરવીના પિતા પિયુષભાઈ રાજકોટના પ્રખ્યાત બીઝનેસમેન છે. તેઓ તથા કેરવીના માતા શ્રીમતિ નયનાબેન કેરવીને એમબીએના અભ્યાસ બાદ મેનેજમેન્ટ ક્ષેત્રમાં સ્વપ્ન સિધ્ધ કરવાની પ્રેરણા આપે છે.
પોતાના સ્વપ્ન સિધ્ધ કરતી પારેખ વિશ્વા (એ–૨ ગ્રેડ)
રાજકોટના જાણીતા વેપારી નિલેશભાઈની પુત્રી અને ઉત્કર્ષ સ્કૂલની મહત્વકાંક્ષી વિદ્યાર્થીની વિશ્વાએ સફળતાની સીડી સર કરેલ છે. ધોરણ ૧૨ કોમર્સના પરિણામમાં પારેખ વિશ્વાએ ૯૭.૧૯ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કૂલ તેમજ પારેખ પરિવારનું ગૌરવ વધારેલ છે. સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ અને શિક્ષકોએ વિશ્વાને ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.
વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી: હેડ દર્પણ ધોળકિયા
‘અબતક’ સાથેની વાતચીતમાં ઉત્કર્ષ સ્કુલનાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દર્પણ ધોળકીયાએ જણાવ્યું કે સાયન્સમાં તો ઉત્કર્ષ ઉચ્ચ શીખરો હાંસલ કરે જ છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષથી પણ સાયન્સ જેટલી કારકીર્દી સાથે વર્ક કરાવી સારા સ્ટુડન્ટને આગળ વધારીને સારૂ પરિણામ અમે મેળવીએ છીએ. જેના પરિણામે ઉત્કર્ષમાં ૧૦૦% રીઝલ્ટ અમે મેળવીએ છીએ આજનું ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૩ ટકા છે.
ત્યારે ઉત્કર્ષ સ્કુલનું પરિણામ ૧૦૦% આવ્યું છે. માટે ૧૦૦% રીઝલ્ટ એ ઉત્કર્ષની આદત બનતી જાય છે. માટે આ રીઝલ્ટ માટે સમગ્ર સ્કુલ પરિવાર દ્વારા વિદ્યાર્થીને અપાતું માર્ગદર્શન અને ઉત્કર્ષના આવા પરિણામમાં ૨૫%થી વધારે વિદ્યાર્થી ૯૫% વધારે આવ્યા છે અને બધાને નવાઈ લાગશે કે ૪૦માંથી ૧૮ વિદ્યાર્થીઓ ૯૦+ પીઆર આવેલા છે અને વિદ્યાર્થીઓની મહેનત અને પરીક્ષાઓની પ્રણાલીને લઈને સફળતા મેળવેલી છે.
સફળતાના શિખરો સર કરતી જોષી કનિષ્કા (એ–૨ ગ્રેડ)
ચેતનભાઈ તથા હિનાબેનની પુત્રી અને ઉત્કર્ષસ્કૂલની મહત્વકાંક્ષી વિદ્યાથીર્ની જોષી કનિષ્કાએ સફળતાની સીડી સર કરેલ છે. આજરોજ પ્રસિદ્ધ થયેલ ધોરણ ૧૨ કોમર્સના પરિણામમાં જોષી કનિષ્કાએ ૯૮.૫૧ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કુલ તેમજ જોષી પરિવારનું ગૌરવ વધારેલ છે.
ઉત્કર્ષ સ્કૂલનું ગૌરવ એટલે શાહ ધન્વી (એ-૨ ગ્રેડ)
ધોરણ ૧૨ કોમર્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલની વિધાર્થીની શાહ ધન્વીએ ૯૮.૭૩ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કૂલ તેમજ શાહ પરિવારનું ગૌરવ વધારેલ છે. ધન્વીની કારકિર્દી માટે તેના પિતા શ્રી નરેશભાઈ અને માતા ભાવનાબેન સતત જાગૃત છે. પરિવારનું એવું નિશ્ચિતપણે માનવું છે કે ઉત્કર્ષનાં અનુભવી ફેકલ્ટીઓ દ્વારા અપાતું આયોજન બદ્ધ શિક્ષણ અને વિશાળ શ્રેણીમાં લેવાતી ટેસ્ટ અને તેની પાછળનું વ્યક્તિગત ફોલોઅપ વર્ક ધન્વીની કારકિર્દી ઘડવામાં મહત્વનાં બન્યા છે.
તેજસ્વી વિદ્યાર્થીની હાપલીયા હિમાની (એ–૨ ગ્રેડ)
ધોરણ ૧૨ કોમર્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલની વિદ્યાર્થીની હાપલીયા હિમાનીએ ૯૭.૯૭ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કૂલ તેમજ હાપલીયા પરિવારનું ગૌરવ વધારેલ છે. હિમાનીની કારકિર્દી માટે તેના પિતા રસિકભાઈ તથા માતા શ્રીમતિ દિવંકલબેન સતત જાગૃત છે. તેઓનું એવું નિશ્ચિતપણે માનવું છે કે ઉત્કર્ષનાં અનુભવી ફેકલ્ટીઓ દ્વારા અપાતું આયોજનબદ્ધ શિક્ષણ અને વિશાળ શ્રેણીમાં લેવાતી ટેસ્ટ અને તેની પાછળનું વ્યક્તિગત ફોલોઅપ વર્ક હિમાનીની કારકિર્દી ઘડવામાં અત્યંત મહત્વનાં બની રહ્યાં છે.