ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 10.83 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.
કોરોના વચ્ચે ધોરણ-10નું 60.64 ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ, તે સંદર્ભે ગત વર્ષ કરતા લગભગ 5 ટકા ઓછું પરિણામ જાહેર કરાયું છે.
- સૌથી વધુ સુરત જિલ્લાનું 94.66 ટકા પરિણામ આવ્યું છે,
- જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 47.47 ટકા છે. સૌથી ઓછું દાહોદના રૂવાબારી કેન્દ્રનું 14.9 ટકા પરિણામ આવ્યું છે,
- જ્યારે સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના સપરેડા કેન્દ્રનું 94.78 ટકા આવ્યું છે.
- ચાલું વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાનો સમાવેશ થાય છે, જ્યારે 174 શાળાનું પરિણામ 0 ટકા આવ્યું છે.
- રાજ્યમાં 1839 શાળાનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે.
- ગુજરાતીનું 57.54 અને અંગ્રેજી માધ્યમનું 86.75 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
- હિંદી માધ્યમનું 63.94 ટકા પરિણામ આવ્યું છે
- ધોરણ-10ના પરિણામમાં અમદાવાદની વાત કરીએ તો 65.51 ટકા આવ્યું છે,
- રાજકોટનું 64.08 ટકા પરિણામ આવ્યું છે. વડોદરાનું 60.19 ટકા પરિણામ આવ્યું છે.
રાજકોટ જિલ્લાના કેન્દ્ર વાર પરિણામ (ટકામાં)
========================
1: ભાયાવદર :- 41.15
2: ધોરાજી :- 67.33
3: ગોંડલ :- 67.07
4: જેતપુર :- 61.30
5: જસદણ :- 49.09
6: લક્ષ્મીનગર :- 76.23
7: કરણપરા :- 49.88
8: ઉપલેટા. :- 49.24
9. રેશકોર્ષ :- 74.10
10: રણછોડ નગર :- 63.26
11: જામ કંડોરના. :- 34.81
12: દેરડી કુંભાજી :- 78.43
13: પડધરી :- 58.44
14: વિંછીયા :- 42.21
15: આટકોટ :- 65.96
16: ખામટા :- 82.90
17: વીરપુર (જલારામ) :- 70.99
18: ભક્તિ નગર. :- 74.03
19: માલવિયા નગર :- 77.13
20: કોઠારીયા. :- 63.82
21: કોટેચા નગર :- 71.91
22: વૈશાલી નગર :- 87.06
23: પોપટપરા :- 61.48
24: ચાંદલી :- 43.20
25: બજરંગ વાડી :- 64.66
26: નવા થોરાળા :- 55.90
27: કસ્તુરબધામ (ત્રંબા) :- 56.22
28: આંબરડી. :- 53.76
29: ભાડલા :- 32.95
30: અમરાપર (રાજ). :- 36.64
31: કોટડા સાંગાણી :- 48.23
32: કુવાડવા :- 48.74
33: મોટી પાનેલી :- 35.45
34: વાધ્નદ્રા :- 61.72
35: રૂપાવટી :- 93.58
36: અમરનગર :- 29.86
37: મોવિયા :- 56.36
38: સરધાર. :- 51.11ગ્રેડ વાર પરિણામ રાજકોટ જિલ્લા
A1 = 231 A2 = 2524
B1 = 4801 B2 =7076
C1 = 8317 C2 =4113
D = 244 E1 = 6525
E2 = 8781
ધોરણ-10ના વિદ્યાર્થીઓ વહેલી સવારે 6 વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકાય છે. 8.40 લાખ વિદ્યાર્થીમાંથી 2.25 લાખ રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 125 જેલના કેદીઓએ પરીક્ષા આપી હતી.