૧૦૧૭ વિધાર્થીઓ રહ્યાં ગેરહાજર
૧૮૧ વિકલાંગોએ આપી પરીક્ષા
છેલ્લા પેપરમાં એક પણ કોપી કેસ ન નોંધાયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના આજે છેલ્લા દિવસે ધો.૧૦નું ગણીતનું પેપર આ વર્ષે અઘરું નીકળતા આ પેપર વિધાર્થી પરસેવો પાડી દીધો હતો.
પ્રમ ગુજરાતીનું તેમજ ત્યારબાદ સામાજીક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીના પેપર સરળ નિકળ્યા હતા. પરંતુ આજે છેલ્લા દિવસે ગણીતના પેપર વિધાર્થીઓને મુંઝવી દીધા હતા.
આજે છેલ્લા દિવસે ગણીતનું પેપર અઘરું નિકળતા વિધાર્થી થોડી હતાશા અનુભવી હતી. એકસ્પર્ટના જણાવ્યાનુસાર ગણીતના પેપરમાં ૧૦ જેટલા એમસીકયુ ફેરવીને પુછવામાં આવ્યા હતા. તેમજ પાર્ટ-૨માં એક સંભાવનાનો દાખલો પણ અઘરો પુછવામાં આવ્યો હતો અને કહી શકાય કે નબળા અને મધ્યમ વિધાર્થી માટે એકંદરે પેપર અઘરું રહ્યું હતું. ત્યારે હોશિયાર વિધાર્થી વધુ સારૂ માર્ક મેળવી શકે તેવું પેપર ગણીતનું નિકળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજના ગણીતના પેપરમાં ૫૫૦૫૮ વિધાર્થી નોંધાયા હતા. જેમાં ૫૪૦૪૧ વિધાર્થી હાજર રહ્યાં હતા અને ૧૦૧૭ જેટલા વિધાર્થી ગેરહાજર રહ્યાં હતા. જેમાં ૧૮૧ જેટલા વિકલાંગોએ પણ આજે ધો.૧૦ની પરીક્ષા આપી હતી. ખાસ વાત તો એ છે કે, ધો.૧૦ના આજના છેલ્લા પેપરમાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. બપોરના ૩ કલાકે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષામાં ગાંધીનગરની ચેકિંગ સ્કવોર્ડ દ્વારા ૮૦ જેટલી ફલાઈગ સ્કવોર્ડ અને ૨૬ જેટલી વિજીલન્સ સ્કવોર્ડ દોડાવવામાં આવી રહી છે.
ધો.૧૦માં અત્યાર સુધીમાં કુલ ૩ જેટલા કોપી કેસ નોંધાયા છે. આ વર્ષે કોપીકેસનું પ્રમાણ નહીંવત રહયું છે. આજના પેપરમાં એક પણ કોપી કેસ નોંધાયો ની. આ સો જ આજે ધો.૧૦ની પરીક્ષાનું સમાપન થયું હતું. આગામી શુક્રવારી પેપર ચકાસણીની શરૂઆત પણ નાર છે.