શ્રી આપાગીગા ના ઓટલાના મહંત દ્રારા ધ્વજારોહણ, પૂજાવિધી, જલાભીષેક, બ્રહ્મભોજન કરાવાયુ…..
બારે સમાજની આસ્થાનુ પ્રતીક એવા આપાગીગાની ધ્વજારોહણ મા વિવિધ સમાજ ઉમટી પડયો….
પ્રભાસ પાટણ મા સમસ્ત બ્રહ્મ સમાજને ભોજન નો લાભ લઈ ધન્ય બન્યા હતા…
અઢારેવરણની આસ્થાનુ પ્રતીક એવા પ.પૂ. જીવરાજ બાપુ ( મહંત શ્રી સતાધાર) ના આદેશથી આજરોજ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ, બ્રહ્મભોજન કરાવાયુ હતુ.
ચોવીસ કલાક વિના મૂલ્યે ભોજન , ચા, નાસ્તાનો અવિરત ભંડારો ચાલી રહેલ છે તેવી આપાગીગાની જગ્યા, ચોટીલા ના મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્રારા સતાધાર ના મહંત અને ગુરુ જીવરાજબાપુ ના આદેશથી પવિત્ર પરસોતમ માસ દરમિયાન બાર જયોતિલીંગ મા પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ અને સમસ્ત બ્રહ્મ સમાજને ભોજન કરાવાનું આયોજન કરાયુ હતુ. જેમા વિવિધ સમાજના આગેવાનો, સંતો સહીત ભાવીભકતો જોડાયા હતા. સોમનાથ મહાદેવને પૂજા અચઁના અને ધ્વજારોહણ કરી સૌ કોઇ ધન્ય બન્યા હતા..
સોમનાથ ના સાનિધ્યમા પ.પૂ. સતાધાર ની જગ્યાના મહંત શ્રી જીવરાજ બાપુ ના આદેશથી સોમનાથ મા ધ્વજારોહણ તેમજ બ્હમભોજન કરાવાના આદેશનૂ આજરોજ પાલન કરવામા આવેલ હતુ . આ તકે પ.પૂ. જીવરાજ બાપુ ના દીધાયૂઁ આયુષ્ય બાબતે પણ સોમનાથ મંદીરમા પૂજા અચઁના કરાઇ હતી.