અનેક નોટિસ આપવા છતાં ૩૨-કનાં ખૂટતી સ્ટેમ્પ ડયુટીના નાણા નહીં ભરનાર ૧૦૦૦થી વધુ આસામીઓ વિરુધ્ધ બોજા નોંધ
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક દાયકા કરતા વધુ સમયી ખુટતી સ્ટેમ્પ ડયૂટી અંગેના ૩૨-કના કેસોનો નિકાલ ન તો હોય ઈન્ચાર્જ ડેપ્યુટી કલેકટર યોગેશ જોશીએ ઝુંબેશ રૂપી કામગીરી શરૂ કરાવી છે અને છેલ્લા એક માસમાં સપાટો બોલાવી દઈ ૧૯૩ કેસોનો નિકાલ કરી કુલ રૂ.ર.૨૬ લાખી વધુની વસુલાત કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ સ્ટેમ્પ ડયૂટી મુલ્યાંકન રાજકોટ ગ્રામ્ય કચેરીમાં છેલ્લા એક દાયકા કરતા વધુ સમયી હજ્જારો કેસો પેન્ડીંગ પડયા છે. જેમાં રૂ.૫૦૦થી લઈ ૫૦,૦૦૦ સુધીની ખૂટતી સ્ટેમ્પ ડયૂટી અંગેના ૩૨-કના કેસોનો નિકાલ તો ન હોય ઈન્ચાર્જ ડેપ્યુટી કલેકટર યોગેશ જોશીએ ઝુંબેશરૂપી કામગીરી શરૂ કરાવી ધડાધડ જપ્તી નોટીસ અને બોઝા નોંધના હુકમો કરવાનું શરૂ કરતા છેલ્લા એક માસમાં જ ૧૯૩ આસામીઓ ૩૨-ક હેઠળના કેસોમાં રૂ.૨૬ લાખ ભરી પોતાના દસ્તાવેજો છોડાવી ગયા છે.
વધુમાં સ્ટેમ્પ ડયૂટી ગ્રામ્ય કચેરીના ઈન્ચાર્જ ડે.કલેકટર ડો.યોગેશ જોશીએ જણાવ્યું હતું કે, લોકોને વારંવાર નોટીસ પાઠવવા છતાં ખૂટતી સ્ટેમ્પ ડયૂટીની રકમ ભરવામાં દરકાર લેવામાં આવતી ની. પરિણામે હાલમાં અંદાજે ૧૦૦૦થી વધુ કેસોમાં એક તરફી નિર્ણય કરી લગત મામલતદારને આવા મિલકત ધારકોના હકક પત્રક કે બોજા નોંધ દાખલ કરવા આદેશ કરાયો છે.