સરકારી તંત્રમાં જાણે હડતાલની મોસમ ચાલી હોય એમ એસ.ટી.ના કર્મચારીઓની હડતાલ મૌકુફ રહી ત્યાં આજે પોસ્ટ અને આયકર વિભાગના કર્મચારીઓની હડતાલ: ૭માં પગારપંચ સહિતની માંગણીઓ મુદે હડતાલ –સુત્રોચ્ચાર

રાજયભરમાં જાણે સરકારનાં કર્મચારીઓની હડતાલની સિઝન ચાલી રહી હોય એમ એસ.ટી.ના કર્મચારીઓની બે દિવસીય હડતાલ માંડ મૌકુફ રખાઈ છે. ત્યારે આજે કેન્દ્ર સરકારનાં પોસ્ટ અને ઈન્કમટેકસ વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓ લાંબા સમયથી નહી ઉકેલાતા હડતાલનું શસ્ત્ર હાથમાં લીધું છે. રાજયનાં હજારો પોસ્ટલ અને આવકવેરા વિભાગનં કર્મચારીઓ આજે હડતાલ પાડી સુત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ મુદે વિરોધ પ્રગટ કર્યો કેન્દ્રના બંને ખાતાઓની હડતાલને પગલે વહીવટી કામગીરી ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

દેશભરનાકેન્દ્રીય કર્મચારીઓના કોન્ફડરેશન તા ઓલ ઇન્ડિયા પોસ્ટ એમ્પલોઇઝ યુનિયન મહામંડળ દ્વારા ૧૬ માર્ચે હડતાળનું એલાન આપતા પોસ્ટલ ઇન્કમટેક્સ સહિતના વિભાગો દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે. જે માગણીઓનું ૬ જુલાઇ ૨૦૧૬ના સમાધાન ઇ ગયું છે. તે ૨૧ માગણીઓ પર આઠ માસ વા છતાં કોઇ અમલ ની યો. તમામ સ્વીકૃત માગણીઓના ત્વરિત અમલ કરવાની માગણી સો રાજ્યની સાો સા રાજકોટ શહેર તા જિલ્લાની તમામ કચેરીઓના કર્મચારીઓ ૧૬મીએ હડતાળ પાડી રાજકોટ હેડ પોસ્ટઓફિસ ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે સૂત્રોચ્ચાર કરશે રાજકોટ ઉપરાંત ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગર, ભુજ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ ખાતે પણ આજ સમયે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાશે. પોસ્ટ કર્મચારીઓ દ્વારા બુધવારે સાંજે હેડ પોસ્ટઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાનું યુનિયન મહામંત્રી કે.બી. ચુડાસમાએ જણાવ્યું હતું.

લાંબાસમયી પડતર માગણીઓ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવતા અંતે આવક વેરા વિભાગના કર્મચારીઓએ હડતાળનું શ હામાં લીધું છે. ગુરુવારે રાજકોટ રેસકોર્સ સ્તિ આઇટી કચેરી ખાતે ઇન્કમટેક્સ ગેજેટેડ અધિકારી એસો. અને ઇન્કમટેક્સ એમ્પલોય ફેડરેશનના નેજા હેઠળ સવારે ૧૧ કલાકે કેન્દ્ર સકરારની નીતિ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવશે. કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં કન્ટિજન્ટ સ્ટાફને સાતમા પગારપંચ મુજબ પગાર આપવો, નવી પેન્શન પ્રાનો અમલ કરવો, જીડીએસ કર્મચારીઓને કાયમી દરજ્જો આપવો, વેતન કમિટીનો અહેવાલ સ્વીકારવો, રેલવેની જેમ રહેમરાહે નોકરી આપવી, ચાઇલ્ડ કેર લીવ પહેલાની જેમ યાવત્ રાખવી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ખાનગી હોસ્પિટલમાં કેશલેસ વીમા સારવાર આપવી સહિતના પ્રશ્નો હલ નહીં તા આંદોલન શરૂ કરાયું છે. રાજકોટ આઇટીના ૩૭૫ી વધુ કર્મચારીઓ-અધિકારીઓ એક દિવસની હડતાળમાં જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.