મિક્સ દૂધ, પ્રોટીન પાવડર સહિત 9 નમૂના લેવાયા
આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.4માં ન્યૂ સેટેલાઇટ ચોકથી મોરબી રોડ સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 23 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 14 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો. જ્યારે 11 વેપારીઓને નોટિસ આપવામાં આવી છે.
આજે ચેકીંગ દરમિયાન શ્રીજી ડેરી ફાર્મ એન્ડ બેકરીમાંથી વાસી િ5ઝા બેઇઝ, વાસી લાડવા, વાસી પેસ્ટ્રી મળી કુલ સાત કિલો અખાદ્ય ખોરાક પકડાતા સ્થળ પર નાશ કરી ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
જ્યારે મિલન ગોલા એન્ડ ખમણમાંથી વાસી માવો અને વાસી રબડીનો જથ્થો જ્યારે રંગોલી બેકરીમાંથી વાસી બ્રેડ અને વાસી પાંઉનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો અને નોટિસ આપવામાં આવી છે. ધ ડેઇલી શોપ, મહાદેવ દાળ-પકવાન, ખોડિયાર રસ ડેપો, દરિયાલાલ સેલ્સ એજન્સી, તુલસી કિરાણા, પટેલ પ્રોવિઝન, ઠાકરધણી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને ઠાકરધણી ટી સ્ટોલને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી ગેલ ર્માં ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના મેડિકલમાંથી નેસ્ટલે લેક્ટોઝન, પંચનાથ પ્લોટમાં પેટશન ફાર્મામાંથી નોવા રિચ મલ્ટી વિટામીન, મલ્ટી મિનરલ્સ એન્ડ એન્ટી ઓક્સિડન્ટ સોફ્ટ જેલ કેપ્સૂલ, મોટી ટાંકી ચોકમાં શિવાલય ડિસ્ટ્રીબ્યૂટરર્સમાંથી ઇન્ટાસ પ્રોટિટાશ પ્રોટીન વિથ વિટામિન્સ એન્ડ મિનરલ્સ પાવડર, ક્રિષ્ના મેડીકલ કોર્પોરેશનમાંથી ન્યૂ એક્લોપ્લેક્સ ફોર્ટબી કોમ્પ્લેક્સ કેપ્સૂલ્સ સમ્પ્લીમેન્ટ, ભીલવાસમાં શ્રી ફાર્મામાંથી બેસ્ટોલેક્સ ટોનિક પ્રોટીન લાઇસન એન્ડ ઝીંક સિરપ, સુબોઝાઇમી પ્લસ સિરપ, ક્રિષ્ના કોર્પોરેશનમાંથી પ્રોટીલેબ પ્રોટીન પાવડર અને એપોલો ફાર્મામાંથી સુપ્રાડીન ઇમ્યુનો ટરમરીક તુલસી ટેબ્લેટ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.